પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય તથા જિલ્લા પંચાયત આણંદ દ્વારા જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન સોજીત્રા ક્ષેમ કલ્યાણી માતાના મંદિર ખાતે યોજવામાં આવ્યું. આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને સોજીત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલે દીપ પ્રાગટ્ય કરી શિબિરનું ઓપનિંગ કરાવ્યું.તેઓની સાથે જિલ્લા પંચાયત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પ્રદીપભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્યશ્રી રમેશભાઈ રાઠોડ, સોજીત્રા તાલુકા સંગઠન પ્રમુખશ્રી ભાસ્કરભાઈ ગોહેલ, મહામંત્રીશ્રી બળદેવભાઈ પરમાર, સોજીત્રા શહેર મહામંત્રીશ્રી જતીનભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ બારોટ, સોજીત્રા નગરપાલિકા પ્રમુખશ્રી રજનીકાંતભાઈ પટેલ, શ્રી શૈલેષભાઈ પટેલ, શ્રી અમિતભાઈ પટેલ, પશુપાલનના અધિકારીશ્રીઓ તેમજ પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા