અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના માલવીયા પીપરીયા ગામની યુવતીને સુરતથી ભગાડી જઈ અને પ્રેમ લગ્ન કરવાની બાબતે અને ભગાડી જવામાં હાથ હોવાની આશંકાને ધ્યાનમાં રાખી યુવકનો ભાઈ એક વ્યક્તિની દુકાન પર આવી જઈ અને ધમાલ મચાવતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.આ બનાવને લઈને પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી હતી.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે,આશરે ચારેક મહિના પહેલા ભુપતભાઇ મનસુખભાઇ માંડવિયા (ઉ.વ.46) ધંધો.મિસ્ત્રી કામના સાઢુભાઈ નો છોકરો પ્રકાશ વિવેક કાળુભાઇ માંડવીયા રહે.માલવિયા પીપરીયા ની બહેન હેતલને સુરત ખાતેથી ભગાડી જઈ અને બંને પ્રેમ લગ્ન કરેલ હોય જેનું મનદુખ રાખી ને વિવેક ભુપતભાઈ ની દુકાને આવી ચડી અને કહેલ કે મારી બહેનને ભગાડવામાં તમારો હાથ છે તેમ કહી અને ભુપતભાઇ દીકરા ને ગાળો આપી અને ધોકો મારવા ગયો હતો.તે દરમિયાન અશોકભાઈ પરષોત્તમભાઈ છાપરા વચ્ચે પડી ને પકડી લીધો હતો.
જોકે ત્યાર બાદ આ યુવક એ ભુપતભાઇ દીકરાને મારી નાખવાની ધમકી આપી હતી જેને લઈને પોલીસે હથિયાર બંધી જાહેરનામા નો ભંગ કરતા ગુન્હો આચરતા પોલીસે IPC ક.૫૦૪, ૫૦૬(૨) જી.પી.એક્ટ ક.૧૩૫ મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.