પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ, રાજકોટ વિભાગ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબ નાઓ દ્વારા ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સબબે આપેલ સુચના અને માર્ગદર્શન આધારે એલ.સી.બી. ના પોલીસ ઇન્સ.શ્રી કે.કે.ગોહિલ નાઓ રાહબરી હેઠળ પો.સ.ઇ.શ્રી બી.એમ.દેવમુરારી એલ.સી.બી.નાઓ જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.
દરમ્યાન એલ.સી.બી.ના પો.હેડ કોન્સ,જેસલસિંહ જાડેજા નાઓને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે કલ્યાણપુર તાલુકાના પ્રોહીબીશનના ગુનાના કામે પકડવાના બાકી રહેલ નીચે મુજબના આરોપીને ગેરકાયદેસર રીતેના દેશી બનાવટના તમંચા જેવા હથિયાર તથા ખાલી કેપ નંગ-૭ સાથે કલ્યાણપુર તાલુકાના માળી ગામેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી થવા સારૂ પો.સ.ઇ.શ્રી બી.એમ.દેવમુરારી નાઓએ કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરેલ છે.
પકડાયેલ આરોપીનું નામ-
* રણમલભાઇ જીવણભાઇ જામ,(ગઢવી) રહે.માળી ગામ, ગલાધાર વાડી વિસ્તાર, તા.કલ્યાણપુર
જિ.દેવભૂમિ દ્વારકા
કામગીરી કરનાર ટીમ-
(૧) શ્રી કે.કે.ગોહિલ, પોલીસ ઇન્સપેકટર
(૨) શ્રી બી.એમ.દેવમુરારી, પોલીસ સબ ઇન્સપેકટર
(૪) ASI વિપુલભાઇ મેરામણભાઇ ડાંગર,
(3) ASI સજુભા હમીરજી જાડેજા, (૫) HC જૈસલસીહ ગુલાબસિંહ જાડેજા, (6) HC પ્રદીપસિહ શિવાયસિંહ જાડેજા, (૭) HC સહદેવસીહ નાથુભા જાડેજા (૮) HC કુલદીપસિંહ વનરાજસિંહ જાડેજા, (૯) PC સચિનભાઇ પરેશભાઇ નકુમ (૧૦) ડ્રા. HC હસમુખભાઈ કટારા