તા. 20 ફેબ્રુઆરી, 2023, મુંબઈ: રિટેલ-કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપની એલએન્ડટી ફાઇનાન્શિયલ સર્વિસિસ (એલટીએફએસ) દ્વારા પ્લાનેટ (પર્સનલાઇઝ્ડ લેન્ડિંગ એન્ડ આસિસ્ટેડ નેટવર્ક્સ) એપ્લિકેશને બે મિલિયન ડાઉનલોડ્સનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ડાઉનલોડ્સની સંખ્યામાં ધરખમ વૃદ્ધિ એ ગ્રામીણ ભારતમાં ડિજિટાઈઝેશન દ્વારા લોન પ્રોડક્ટ્સની પહોંચ અને શહેરી ભારતમાં લોન પ્રોડક્ટ્સના વિસ્તરણ ને આભારી છે.

પ્લાનેટ (PLANET) એપ, જે અનુક્રમે 4.5 અને 4.3 ના સ્કોર સાથે ગુગલ પ્લે સ્ટોર અને એપ્પલ એપ સ્ટોર પર સૌથી વધુ રેટિંગ ધરાવતી ફાઇનાન્સ એપમાંની એક છે, તેણે 31 જાન્યુઆરી, 2023 સુધીમાં લગભગ રૂ. 1,500 કરોડનો બિઝનેસ કર્યો છે, રૂ. 130 કરોડ જેટલું કલેક્શન કર્યું છે અને 21 લાખથી વધુ ગ્રાહકોને સર્વિસ આપી છે.

એલએન્ડટી ફાઇનાન્શિયલ સર્વિસિસના બે લાખથી વધુ ગ્રામીણ ગ્રાહકોએ લોનની વિગતો તપાસવાની સગવડ અને સમયસર ક્રેડિટ સ્કોર અને દૈનિક મંડી કિંમતો જેવી વિશિષ્ટ સર્વિસીસ સાથે લોન સંબંધિત દસ્તાવેજોની ઍક્સેસની સરળતા જેવા વિવિધ લાભો મેળવવા માટે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. હકીકતમાં, એપ ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટૉલમેન્ટ (ઈએમઆઈ) રિમાઇન્ડર પણ ઑફર કરે છે અને અંગ્રેજી અને હિન્દી ઉપરાંત 10 પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે.

આ સિદ્ધિ વિષે બોલતા એલએન્ડટી ફાઈનાન્સ હોલ્ડિંગ્સ લિ.ના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ શ્રી દીનાનાથ દુભાશીએ જણાવ્યું હતું કે, “ગ્રામીણ ભારતને ડિજિટલ ઈકોસિસ્ટમ સાથે જોડવું એ સરકારના મુખ્ય સ્તંભોમાંનું એક છે, અને મને જણાવતા આનંદ થાય છે કે અમારી પહેલ આ દિશામાં પણ ગતિ પકડી રહી છે. અમારો મજબૂત ગ્રામીણ ગ્રાહક આધાર અને અમારા મજબૂત ડિજિટલ અને ડેટા એનાલિટિક્સ-આધારિત પ્લેટફોર્મ આજે અમને છેવાડાના  ગ્રામીણ ગ્રાહક સુધી પહોંચવા અને તેમના જીવનને સરળ બનાવવા માટે ટેક્નોલોજીના ફાયદાઓ રજૂ કરવા, શિક્ષિત કરવા અને સ્થાપિત કરવા સક્ષમ બનાવે છે. અમારી ગ્રાહક-કેન્દ્રિ એપ્લિકેશન - પ્લાનેટ એપના કુલ ડાઉનલોડ્સમાંથી - 10 ટકાથી વધુ ડાઉનલોડ્સ ગ્રામીણ ભારતમાંથી છે. અમને અત્યાર સુધી અમારા ગ્રામીણ ગ્રાહકોની 60,000થી વધુ વિનંતીઓની સેવા આપવા બદલ ગર્વ છે. અમારા ડેટા પરથી એ નોંધવું રસપ્રદ છે કે ગ્રામીણ ગ્રાહકો સારા ક્રેડિટ સ્કોરના મહત્વને સમજે છે કારણ કે અમે લગભગ 20,000 ગ્રામીણ ગ્રાહકોને એપ પર તેમના ક્રેડિટ સ્કોરને સમજદારીપૂર્વક તપાસતા જોયા છે. ઈએમએઈ ચૂકવણી માટે મંડીના ભાવ અને કેલેન્ડર રીમાઇન્ડર્સ સહિતની ઉપયોગિતા અને સમયસર સુવિધાઓનો અમારા ફાર્મ અને માઇક્રો લોન ગ્રાહકો દ્વારા ચીવટપૂર્વક ઉપયોગ કરવામાં આવે છે."

શહેરી ગ્રાહકો માટે સેવાઓના વિસ્તરણના ભાગ રૂપે, પ્લાનેટ એપ આકર્ષક સુવિધાઓ પ્રદાન કરવા માટે સતત વિકસિત થઈ રહી છે. તેમાં કન્ઝ્યુમર લોન માટે ઇન્સ્ટા લોન્સ અને ટુ-વ્હીલર ફાઇનાન્સ ગ્રાહકો માટે એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ મુસાફરીનો સમાવેશ થાય છે. ટુ-વ્હીલર ફાઇનાન્સ ગ્રાહકો માટે ઇન્સ્ટા લોન એ ટુ-વ્હીલર ફાઇનાન્સ ગ્રાહકો માટેની એક સાહજિક સ્વાયત્ત પાંચ-પગલાની કામગીરી છે. ટુ-વ્હીલર મૉડલને નક્કી કરવાથી લઈને ડિલિવરી માટે મુલાકાત લેવા માટે ચોક્કસ ડીલરશીપ જાણવા સુધીની આખી સફર એપ દ્વારા કરી શકાય છે. આ સુવિધા એલટીએફએસના હાલના અને નવા બંને ગ્રાહકો માટે ઉપલબ્ધ છે