કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી  પરશોત્તમ રૂપાલાએ ગુજરાતનાં હજીરા બંદરથી સાગર પરિક્રમાનાં તૃતીય ચરણનો પ્રારંભ કર્યો છે અને સતપતિ, વસઈ, વર્સોવા ખાતે મહારાષ્ટ્રની દરિયાકિનારાની રેખા તરફ આગળ વધશે અને આ પરિક્રમા મુંબઈના સાસણ ડોક ખાતે પૂર્ણ થશે.

મત્સ્ય ઉદ્યોગ વિભાગ, ભારત સરકારનું મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલય, અને રાષ્ટ્રીય મત્સ્યપાલન વિકાસ બોર્ડ સાથે ગુજરાત સરકારનો મત્સ્યપાલન વિભાગ, મહારાષ્ટ્ર સરકારના મત્સ્યપાલન કમિશનર, ભારતીય તટરક્ષક, ફિશરી સર્વે ઑફ ઇન્ડિયા, ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને માછીમાર પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં ભાગ લે છે.

શ્રી જતિન્દ્રનાથ સ્વૈન, સચિવ, મત્સ્યપાલન, ભારત સરકાર; અને ભારત સરકારના મત્સ્યપાલન વિભાગ, રાષ્ટ્રીય મત્સ્યપાલન વિકાસ બોર્ડ, મત્સ્યપાલન સર્વેક્ષણ ઑફ ઇન્ડિયા અને ભારતીય તટરક્ષક દળના વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રામાં રાજ્યનાં મત્સ્યપાલન અધિકારીઓ, માછીમારોનાં પ્રતિનિધિઓ, મત્સ્ય-ખેડૂતો, ઉદ્યોગસાહસિકો, હિતધારકો, વ્યાવસાયિકો, અધિકારીઓ અને દેશભરનાં વૈજ્ઞાનિકો સામેલ છે.

'સાગર પરિક્રમા'ના મુખ્ય ઉદ્દેશો (i) માછીમારો, દરિયાકિનારાના સમુદાયો અને હિતધારકો સાથે સંવાદની સુવિધા પ્રદાન કરવાનો છે, જેથી મત્સ્યપાલન સંબંધિત વિવિધ યોજનાઓ અને સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતા કાર્યક્રમોની માહિતીનો પ્રસાર કરી શકાય; (ii) તમામ માછીમારો, માછલી ઉછેરતા ખેડૂતો અને સંબંધિત હિતધારક સાથે આત્મનિર્ભર ભારતની ભાવના તરીકે એકતા દર્શાવવી; (iii) રાષ્ટ્રની ખાદ્ય સુરક્ષા માટે દરિયાઇ મત્સ્યપાલન સંસાધનોના ઉપયોગ અને દરિયાકિનારાના મત્સ્યપાલન સમુદાયોની આજીવિકા વચ્ચે સ્થાયી સંતુલન પર ધ્યાન કેન્દ્રિત કરીને જવાબદાર મત્સ્યપાલનને પ્રોત્સાહન આપવું અને (iv) દરિયાઇ જીવસૃષ્ટિનું રક્ષણ.