ભાવનગર,એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડનાં માણસો મોટા ખુંટવડા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન સંયુકત બાતમીરાહે હકીકત મળેલ, કે સુરત શહેર પાંડેસરા પો.સ્ટે. પાર્ટ "એ" ગુ.ર.નં.૧૧૨૧૦૦૪૫૨૩૦૪૫૮/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૪૦૬,૪૦૯,૧૧૪ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી દાનાભાઇ વાજસુરભાઇ ભંમર રહે.બીલા ગામ, ઠે.પ્લોટ વિસ્તાર, તા.મહુવા જી.ભાવનગરવાળો સફેદ કલરનો ઉભી લાઇનીંગવાળો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરીને બીલા ગામના બસ સ્ટેન્ડમાં ઉભેલ છે.તેવી બાતમી હકિકત આધારે બીલા ગામના બસ સ્ટેન્ડ ખાતેથી નીચે મુજબનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને હસ્તગત કરી મોટા ખુંટવડા પો.સ્ટે. ખાતે સોંપી સુરત શહેર પાંડેસરા પો.સ્ટે.માં જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે.

નાસતાં-ફરતાં આરોપીની વિગત ---

દાનાભાઇ વાજસુરભાઇ ભંમર રહે.બીલા ગામ, ઠે.પ્લોટ વિસ્તાર, તા.મહુવા, જી.ભાવનગર, નાસતાં-ફરતાં આરોપીને પકડવામાં આવેલ ગુન્હો:-

સુરત શહેર પાંડેસરા પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૨૧૦૦૪૫૨૩૦૪૫૮/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૪૦૬,૪૦૯,૧૧૪ મુજબ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ-

પો.ઇન્સ. બી.એચ.શીગરખીયા, પી.બી.જેબલીયા,પી.આર.સરવૈયા સ્ટાફનાં હેડ કોન્સ સી.જે.સરવૈયા,પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા પો.કોન્સ. ભદ્રેશભાઇ પડયા તથા પો.કોન્સ. મહેન્દ્રસિંહ રૂપસિંહ વિગેરે સ્ટાફના જોડાયા હતા.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી