ડીસા તાલુકાના મહાદેવીયા ગામમાં સોનેશ્વર મહાદેવના શિવ મંદિરમાં શિવરાત્રીના દિવસે મહામેળો ભરાયો હતો.જેમાં આજુબાજુના ગામડાઓમાંથી હજારો શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડતા ભારે ભીડ સર્જાઇ હતી.છે.

તે દરમિયાન મંદિરમાં દર્શનની ભીડમાં ધક્કામુક્કી થતા ગલાલપુરા ગામના અલ્કેશજી ઠાકોરને મંદિરના સેવકે ધક્કામુક્કી ન કરવા જણાવતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી.તેને અપશબ્દો બોલતા અટકાવવા જતા સેવક પર અલ્કેશજીએ લોખંડની પાઇપ વડે હુમલો કરી પાછળથી પાઇપ મારી માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

હુમલો થતા સેવકે બુમાબુમ કરતાં આજુબાજુના લોકો દોડી આવી છોડાવ્યો હતો. અને ઇજાગ્રસ્ત સેવક નટવરજી ઠાકોરને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ બાબતે ડીસા તાલુકા પોલીસ મથકે સેવક નટવરજી ઠાકોરે હુમલો કરનાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.