ધી.હાલોલ તાલુકા ખરીદ વેચાણ સંઘ લી.ની ગત દિવસોમાં યોજાયેલી ચૂંટણીમાં નવ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી જેમાં તેઓની સામે અન્ય કોઈ ઉમેદવાર દ્વારા દાવેદારી નોંધવામાં ન આવતા તમામ નવ ઉમેદવારો બિહરિફ થતા હાલોલ પ્રાંત અધિકારી ડૉ.મયુર પરમાર દ્વારા વિધિવત રીતે ચૂંટણીની લોકશાહીની પ્રણાલી અને ધારા ધોરણ મુજબ તમામ નવ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જેમાં તમામ બિનહરીફ વિજેતા જાહેર થયેલા ઉમેદવાર સદસ્યો (૧) અનિલભાઈ ભાનુપ્રસાદ વ્યાસ (૨) મયુરધ્વજસિંહ જયદ્રથસિંહ પરમાર (૩) ગુલાબભાઈ મગનભાઈ નાયક (૪) સદેવનભાઈ લલ્લુભાઈ બારીયા (૫) પર્વતસિંહ સનાભાઇ ગોહિલ (૬) કાંતિલાલ ભાઈલાલભાઈ નાયક (૭) અશોકભાઈ રાવજીભાઈ પટેલ (૮) ઠાકોરભાઈ નાગજીભાઈ પટેલ (૯) જ્યોતિન્દ્રસિંહ પર્વતસિંહ રાણાનાઓનો આજ રોજ ત હાલોલ તાલુકા પંચાયત ખાતે સત્કાર કરી સન્માન કરવાનો કાર્યક્રમ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની હાજરીમાં યોજાયો હતો જેમાં તમામ બિનહરીફ વિજેતા સદસ્યોને ફૂલહાર કરી તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને તેઓનું સન્માન કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી જ્યારે વિજેતા તમામ નવ સદસ્યોએ પણ સતત પાંચમી વાર હાલોલ વિધાનસભા બેઠક પર પ્રચંડ જીત મેળવવા બદલ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારનું પણ સન્માન કર્યું હતું અને ફૂલહાર કરી શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ ચાવડા સહિત અન્ય ભાજપના હોદ્દેદારો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं