અમરેલી જિલ્લામાં મોડી રાતે ફાયરિંગની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. લીલીયા શહેરમાં કિશન દવે નામના વ્યક્તિ છેલ્લા ૩ માસથી દારૂના કેસમાં જેલમાં હતો અને બહાર છૂટી આવતા ગઈકાલે રાતે રણજીતભાઈ જેતુભાઈ ધાધલને ખબર અંતર પૂછવા માટે ફોન કરતા આ રણજિતભાઈ એકદમ ઉશ્કેરાય ગયા હતા અને કહ્યું તું અમારી જેલમાં શું વાતો કરતો હતો. આ બાબત ધ્યાનમાં રાખી અપશબ્દો કહી ગાળો આપી હતી ગાળો દેવાની ના પાડતા આ રણજીતભાઈ ને સારું નહિ લાગતા રણજીતભાઈ, સમીર અલારખભાઈ સમાં,તથા તેની સાથે અજાણીયો માણસ મળી મારી નાખવાના ઇરાદે રણજીતભાઈ એ તેની પાસે રહેલી બંદૂકમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કરતા જમણા પગમાં ગોઠણ સાથળના ભાગે ગોળી ઘુસી ગઈ હતી તેની સાથે રહેલા સમીર દ્વારા છરી વડે કિશન દવેને મારવાની કોશિષ કરી ત્રણેય બાઇક લઈ ભાગી છૂટ્યા બાદ ઇજાગ્રસ્ત કિશન દવેને પ્રથમ લીલીયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં કિશન દવે દ્વારા લીલીયા પોલીસને ફરિયાદ આપતા હાલ લીલીયા પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય શખ્સ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ દ્વારા ફાયરિંગ કરનારા આરોપીને શોધખોળ શરૂ કરી

ફાયરિંગની ઘટના બાદ અમરેલી એસપી હિમકરસિંહ દ્વારા સૂચના આપતા ડી.વાય.એસ.પી સહિત લોકલ ક્રાઇમ બ્રાન્ચ,સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ અલગ અલગ પોલીસની ટીમો આરોપીને પકડવા માટે દોડધામ કરી રહી છે પરંતુ હજુ સુધી આરોપી પોલીસને હાથ લાગ્યા નથી તે હકીકત છે પરંતુ સરેઆમ ફાયરિંગ કરી બે ભડાકા કરતા લીલીયા વાસીઓ પણ ફફડી ઉઠ્યા છે

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.