ટ્રાઈ ના ટેરીફ ઓર્ડર ના દિશા નિર્દેશો અનુસાર દરેક ચેનલ ના પેકેજ હોય છે જેને બુકે કહેવામાં આવે છે, જેમકે સ્ટાર, ઝી, સોની, ડીઝની,કલર્સ જેવા બુકેના ભાવ દરેક કંપની એ 40% વધારી દેતા સમગ્ર ભારતમાં કેબલ ઘ્વારા સર્વિસ આપતાં કેબલ ઓપેરેટરો ને ભાવ વધારા ના વિરોધમાં આ બધી પે ચેનલો નું પ્રસારણ બંધ કરવાની ફરજ પડી છે જેથી કંપનીઓ પોતાની મનમાની ના કરી શકે, આ કેબલ કંપની ઓ જેવી કે GTPL, Hathway, Next digital, DEN , Fastway કંપની એ પોતાના ગ્રાહકો ને ધીરજ રાખવાનું અને સહકાર આપવા જણાવ્યું હતું.આમ બ્રોડ કાસ્ટ ઘ્વારા વધારવામાં આવેલ ભાવ વધારા નો વિરોધ કરવાં માટે કેબલ કંપની એ પે ચેનલોનું પ્રસારણ સમગ્ર ભારતમાં બંધ કરી દીધું હતું જેથી પોતાના ગ્રાહકો ને સસ્તું મનોરંજન પીરસી શકે, 

રિપોર્ટર : વારિસ સૈયદ. હિંમતનગર.