જસદણ તાલુકાનું છેવાડા નું ગામ એટલે ડોડીયાળા ગામ આ ગામના આંગણે સંપ સેવા અને દાતારી નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું લેઉવા પટેલ સમાજના ભવનના નિર્માણના ખાતમુહૂર્ત અનેરો અવસર તારીખ 17 - 2 - 2023 ને શુક્રવારના રોજ આયોજિત કરવામાં આવ્યો હતો બે કલાક માં માત્ર 3 કરોડ થી વધુ દાન એકઠું થયું હતું ડોડીયાળા ગામની આશરે ચાર હજાર વસ્તી નું ગામ છે.અનેક સામાજિક સંસ્થાઓ ના ટ્રસ્ટીઓ, સામાજિક, રાજકીય આગેવાનો ની ઉપસ્થિત.આ કાર્યક્રમમાં અનેક રાજકીય મહેમાન તથા સામાજિક આગેવાનોએ પોતાની ઉપસ્થિતિ રહ્યા હતા ડો. ભરતભાઈ બોઘરા સાથે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, ભુપતભાઈ ભાયાણી, ખોડલધામ ટ્રસ્ટ ચેરમેન નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજભાઈ પટેલ, સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા સહિતના અનેક રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો તથા ખોડલધામ ટ્રસ્ટ ના ટ્રસ્ટી ઉપસ્થિત રહ્યા હતા .બે કલાક માં કરોડો રૂપિયાની દાન એકઠું થયું ડોડીયાળા ગામ માં ૪૦૦૦ જેટલી વસ્તી ધરાવતા નાનકડા એવા ગામમાં સેવાની સરવાણી અને દાનનો ધોધ શરૂ થયો હતો લેઉવા પટેલ સમાજ ભવનના નિર્માણ હેતુસર આ સેવા ની સરવાણી શરૂ થતા જ માત્ર બે કલાકોમાં કરોડો રૂપિયાનું દાન એકત્રિત થઈ ગયું હતું ત્યારે ખરા અર્થમાં કહેવાય કે સૌરાષ્ટ્રમાં હજુ પણ દાતારીઓ ધબકે છે અને એ દાતારી આજે પણ ડોડીયાળા ગામમાં ધબકે છે એ ડોડીયાળા ગામના વતનીઓએ સાબિત કરી બતાવ્યું હતું સમગ્ર કાર્યક્રમ માં એંકર તરીકે હાર્દિક સોરઠીયા એ હાકલ કરતા બહેનો અને ભાઈઓ મન મૂકીને સેવાના ધોધ ને વહાવ્યો હતો.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं