કુંડીઆંબા ગામે ખેડવા માટે આપેલી જમીન પરત નહિ આપતા લેન્ડ ગ્રેબિંગ નો ગુનો નોંધાઇ

મળતી માહિતી અનુસાર આ કામના ફળિયાદી કાંતિભાઈ પોહનભાઈ વસાવા રહે કુંડી આંબા નિશાળ ફળિયુ નાઓ પોતાની માલિકીની જુના સર્વે નંબર 167 અને સર્વે નંબર 240 થી 024-05 મારી જમીન વર્ષ 2009માં આ કામના આરોપી ભીમસિંગભાઈ નવાભાઈ વસાવા તથા વિજયભાઈ નવાભાઈ વસાવાને ખેડવા માટે આપી હતી ત્યાર બાદ છેલ્લા ચારેક વર્ષથી એટલે કે વર્ષ 2019 થી આ જમીન પરત આપવા માટે આ કામના ફરિયાદીએ અવાર નવાર આરોપીઓને જણાવતા આ કામના આરોપીઓ સદર પોતાની જમીન હોવાનું જણાવી ધાક ધમકી આપી આજ દિન સુધી જમીન પરત નહીં આપી ગેરકાયદેસર જમીન પચાવી પાડવાની અને જમીન ઉપર કબજો જમાવી દેતા આ કામના ફરિયાદી કાંતિભાઈ પોહનભાઈ વસાવા એ ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે

સદર ઘટનાની જાણ ડેડીયાપાડા પોલીસને થતા ડેડીયાપાડા પોલીસે આરોપી ભીમસિંહભાઈ નવાભાઈ વસાવા તથા વિજયભાઈ નવભાઈ વસાવા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ નો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે