આણંદ જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ પ્રાંત અધિકારીએ ખંભાતના રાલેજ સિકોતર મંદિરે દર્શન કર્યા હતા.ઉપરાંત ખંભાત સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ સબજેલની મુલાકાત કરી હતી.
જિલ્લા કલેકટરે અને ડીડીઓએ ખંભાત સબજેલની મુલાકાત દરમિયાન કેદીઓ સાથે ભોજન તેમજ અન્ય સુવિધાઓ અંગે વાતચીત કરી હતી.તેમજ વિઝીટ બુક રજીસ્ટર ચેક કરવામાં આવ્યું હતું.ખંભાત સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ સુવિધા, સ્ટાફ મહેકમ, PMJAY કાર્ડ દાવાની કામગીરી અંગે પૂછપરછ કરવામાં આવી હતી.રજીસ્ટરો ચકાસવામાં આવ્યા હતા.તેમજ આવશ્યક દવાઓની ઉપલબ્ધતા ચકાસી હતી.રાલેજ ખાતે આવેલ સિકોતર માતાજીના મંદિરે તેમજ શિવ મંદિરે દર્શન કર્યા હતા.
(સલમાન પઠાણ-ખંભાત)