ગીર સોમનાથ જીલ્લા ના કોડીનાર તાલુકા ના ફાસરિયા ગામે એક દુઃખદ ઘટના બની હતી જેમાં વડનગર ના બે યુવાનો ના કમકમાટી ભર્યા મૌત નિપજ્યા હતા કોડીનાર ના ફાસરીયા ગામ ના પેટ્રોલ પંપ થી ૨૦૦ મીટર જેટલા અંતર માં
ગાડી કુવામાં ખાબકી હતી બોલેરો ચાલક કાબૂ ગુમાવતા બોલેરો બંધ કૂવાની પાળી તોડી કૂવા માં ખાબકી હતી જેમાં વડનગર ના બન્ને પિતરાઈ ભાઈ યો એક મેરશી ભાઈ કાળા ભાઈ સંડેરા ઉમર વર્ષ ૨૦ અને બીજો ભાઈ રામ ભાઈ સીદી ભાઈ સંડેરા ઉંમર ૩૦ આ બંને યુવાનો ના દુઃખદ અવસાન પામ્યા હતા અને ગામ માં સોકમય મહોલ સર્જાયો હતો
બોલેરો સિંધાજ તરફથી આવતી હોય અને વડનગર ગામ નો હોય તેવું પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું હતું
ઘટના સ્થળે જુનાગઢ જિલ્લાના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવા ભાઈ સોલંકી તથા તાલુકા ભર ના અગ્રણી ઓ પણ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી તથા કોડીનાર પોલીસ ટીમ ફાયર બ્રિગેડ ટીમ અને નગરપાલિકા તથા ગામ ના યુવાનો અને અગ્રણી ઓ ધટના સ્થળે દોડી ગયા હતા અને કૂવા માથી બોલેરો અને બન્ને પિતરાઈ ભાઈઓ ની ડેડ બોડી કાઢવામાં આવી હતી આ ઘટના ની સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.