હિંમતનગર માં અશાંત ધારો ફરીથી લાગુ કરી તેનો વિસ્તાર વધારવામાં આવ્યો.

હિંમતનગર ના પોલોગ્રાઉન્ડ માં છેલ્લા 1ઓગસ્ટ 2012 ના વર્ષ થી અશાંત ધારો લાગુ પાડવામાં આવ્યો હતો જેની મુદ્દત 6 માસ પેહલા પુરી થઇ હોવા છતાં નવા દસ્તાવેજોની નોંધણી પ્રક્રિયા નવું નોટિફિકેશન ના આવે ત્યાં સુધી હોલ્ડ પર રાખવા માં આવી હતી, છેલ્લા આટલા વર્ષોમાં જે પોલોગ્રાઉન્ડ વિસ્તાર માં અશાંતધારા લાગુ કરવામાં આવ્યો છે ત્યાં કોઈ પણ જાત નો અનિચ્છનીય બનાવ બન્યો નથી કે કોઈપણ પ્રકાર નો ગુનો પોલીસ દફતરે નોંધાયો નથી પોલોગ્રાઉન્ડ હિન્દુ મુસ્લિમ લોકો હળીમળી ને ભાઈચારા થી રહે છે, પરંતુ 2012 પછી દરેક કોમ અને સમાજના લોકો સ્વચ્છા થી પોતાની જાતિ કે સમાજ ના લોકોની જ્યાં વસ્તી છે ત્યાં રહેવા જઈ રહ્યા છે , જેથી આ વખતે પોલોગ્રાઉન્ડ ના રહીશો ને આશા હતી કે નવી મુદ્દતમાં અશાંત ધારો હટી જશે પરંતુ તેવું થયું નહીં ઉપર થી નવા નવા વોર્ડ નંબરો તેમજ સર્વે નંબરો ને અશાંત ધારામાં સમાવી લેવામાં આવ્યા છે, પાંચ સાત સર્વે નંબર તો એવા છે કે ત્યાં ફક્ત મુસ્લિમ વસ્તી છે જ્યાં એક પણ હિન્દુ રેહતા નથી છતાં આવા સર્વે નંબરોને પણ આડેધડ રીતે અશાંત ધારામાં સમાવી લેવા પાછળ નો શું મતલબ હોઈ શકે, અશાંત ધારામાં સરકારી નિયમો મુજબ મિલકત વેચનાર અને લેનારે કેટલીક જટિલ પ્રક્રિયાઓ માં થી પસાર થવું પડે છે, આ કંટાળા જનક અને લાંબી આશરે 4 માસ કે 6 માસ સુધી ચાલતી પ્રક્રિયા સફળ થયા બાદ માનનીય કલેકટર સાહેબ ના ઓર્ડર પછી મિલકત વેચી કે તબદીલ કરી શકાય છે,

સૌ પ્રથમ કલેક્ટર માં અરજી આપીને તેનો જવાબ અને પંચનામું પોલીસસ્ટેશન તેમજ સિટીસર્વે સ્થળ તપાસ કરી આજુબાજુ રેહતા લોકોની સમંતિ લઇ બે પંચો ને સાક્ષી રાખી પુરી કાર્યવાહી કરવામાં આવે છે,

પોલીસે બનાવેલ રિપોર્ટ તૈયાર કરી એસપી ઓફિસે સબમિટ કરવામાં આવેછે.

સીટીસર્વે જે જવાબ પંચનામું કરે તે પ્રાંત કચેરી એ જાય છે, એક કોપી નગરપાલિકા માં ગયા પછી નગરપાલિકા અધિકારી સ્થળ તપાસ કરી ને ખરાઈ કરે છે, ત્યારબાદ બધાજ ડોક્યુમેન્ટ કલેક્ટર કચેરી સબમિટ કર્યા પછી નામદાર કલેક્ટર સાહેબ ચારે ઓફિસ નો અભિપ્રાય જોયા પછી મિલકત તબદીલનો ઓર્ડર કરે છે, હિંમતનગર માં પોલોગ્રાઉન્ડ વિસ્તાર લઘુમતી બહુલ વિસ્તાર હોવાથી અહીંયા છેલ્લા કેટલાક વારસોમાં હિન્દુ ભાઈઓ મકાન અને જમીનની મસ મોટી કિંમત આવતી હોવાથી લોકો મિલકત વેચીને મહાવીરનગર તરફ સરકી રહ્યા છે, હવે જે મિલ્કતો બચી છે તે હિન્દુ લોકોપણ રાજીખુશી થી પોતાની મિલકત ઉંચી કિંમત માં વેચવા માંગે છે જેથી તેઓ મહાવીરનગર જેવા શાંત વિસ્તારમાં મકાન લઇ શકે, દેવું ચૂકવી શકે ધન્ધો રોઝગાર કરી શકે, બાળકોના લગ્ન કરાવી શકે, પરંતુ અશાંત ધારો લાંબાવતા અને કેટલાક લોકોના વિરોધને કારણે તેઓ અને તેમની મિલ્કતો મુશ્કેલીમાં મુકાઈ છે, ગઈકાલે પોલોગ્રાઉન્ડ માં મિલકત વેચાણ રોકવા માટે ટાવર ચોક ઉપર ધરણા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં આરોપ લગાવવા માં આવ્યો હતો કે અધિકારીઓ ખોટી રીતે મિલ્કતો વેચવાનો ઓર્ડર આપી રહ્યા છે વેચેલ મિલ્કતો ખાલસા કરવાની માંગ કરી રહ્યા છે,હવે હાઇકોર્ટ ના દિશા નિર્દેશ અનુસાર વેચનાર ની મુક્ત સંમતિ અને આજુબાજુ ના પાડોશી ની સંમતિ હોય તો તેઓ સ્વેછાથી પોતાની મિલકત વેચી કે ખરીદી શકે છે,

તેમજ આટલી બધી પ્રક્રિયા સફળ થયા પછીજ મિલકત તબદીલ થાય છે, હવે આ તબદીલ થયેલ મિલકત કોઈ ધાક ધમકી થી તો પડાવી લીધેલ નથી તો ખાલસા થાય ? અહીંયા તો હિન્દુ મુસ્લિમ ને અને મુસ્લિમ હિન્દુ ને મિલકત તબદીલ કરે ત્યારે આ પ્રક્રિયામાં થી પસાર થવું પડતુ નથી પરંતુ એક બાપ પોતાના બાળકને કે પોતાના ભાઈ બહેન સગાસંબંધી ને પણ મિલકત તબદીલ કરે તો પણ અશાંત ધારા ના નિયમ મુજબ આ જટિલ અને લાંબી પ્રક્રિયામાં થી પસાર થવું પડે છે એટલુંજ નહીં મિલકત તબદીલ તો થાય છે જ પરંતુ આ પ્રક્રિયામાં ભ્રસ્ટાચાર ખુબજ થાય છે વગર ભ્રસ્ટાચારે આ કામ પૂરું થઇ શકતું નથી.

પોલોગ્રાઉન્ડ ના રહીશો ની અશાંતધારો નાબૂદ થવાની આશા પર પાણી ફળી વળ્યું છે ઉપ્પર થી હસન નગર, ચાંદ નગર, નાની વહોરવાડ, મોટિવહોરવાડ, છાપારીયા જુનાબઝાર, નવા બઝાર જેવા અન્ય કેટલાય નવા વિસ્તારોમાં પણ નવેસર થી અશાંત ધારો લાગુ કરી દેવામાં આવ્યો છે, જ્યાં ફક્ત અને ફક્ત મુસ્લિમ વસ્તી રહે છે, ગઈ કાલના ટાવરચોક પર વિરોધ પ્રદર્શન સામે એડવોકેટ શ્રી રાકેશભાઈ ત્રિવેદી નો એક વિડિઓ હિંમતનગર માં વાઇરલ થઇ રહ્યો છે તેમનું કેહવું છે, જયારે વિરોધ કરવાનો હતો ત્યારે કર્યોં નહીં અને હવે એંશી ટકા જેટલી મિલકત વહેચાઈ ગયા પછી વિરોધ શું કામ નો હવે અમે સામાન્ય માણસો ની મિલકત બચી છે જે હમો રાજી ખુશી થી વેચીને અન્ય મહાવીરનગર જેવા વિસ્તારોમાં લેવા મથી રહ્યા છે, વેચેલ મિલકત થી ભાઈ બેહનોમાં રકમ ભાગ પાડવા માંગીયે છે, બઝારમાં થયેલ દેવું ચૂકવવા માંગીયે છે, બાળકો ના લગ્નમાં આ રકમ ખર્ચવા માંગીયે છે, અને જો આમ હમો ના કરી શકીયે તો લાંબા ગાળે મુશ્કેલીમાં મુકાઈ શકાય તેમ છે આમ. અંદરો અંદર વિરોધ નો સૂર જોવા મળી રહ્યો છે.

પોલો ગ્રાઉન્ડ ની મિલ્કતો વેચાણ પ્રક્રિયાના વિરોધમાં પોલોગ્રાઉન્ડ ના લોકો ભાગ્યેજ જોવા મળતા હતા જયારે આ વિરોધમાં ભાજપા ના હોદ્દેદારો પણ જોડાયા હતા જયારે મિલકત તબદીલ મંજૂરી ની પ્રક્રિયામાં નગરપાલિકા પણ સામેલ હોય છે..

રિપોર્ટર : વારિસ સૈયદ, હિંમતનગર.