ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે પૈસા આપી મુળ રકમનુ ઉંચુ વ્યાજ તથા બળજબરી પુર્વક બેંકના ચેક તથા મિલ્કતના દસ્તાવેજો પડાવી લઇ વધુ વ્યાજ અને મુદલ રકમની પઠાણી ઉઘરાણી કરતા તથા બળજબરીથી ખંડણી માંગતા ઇસમો વિરૂધ્ધ ફરિયાદ રજી. કરી ગણતરીની કલાકોમાં નવ આરોપીઓને પકડી પાડતી પીપાવાવ મરીન પોલીસ.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

હાલમાં રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરી નાબુદી ઝુંબેશ શરૂ હોય, જે અનુસંધાને ડી.જી.પી. ગાંધીનગરનાઓ દ્વારા વ્યાજખોરી નાબુદી કરવા સારૂ સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય, 

પીપાવાવ મરીન પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. ડી.બી.મજીઠીયા દ્વારા લોકદરબાર ભરી લોકોને જાગૃત કરેલ

પીપાવાવ મરીન પો.સ્ટે. વિસ્તારના કોવાયા ગામે આવેલ અલ્ટાટ્રેક સિમેન્ટ કંપનીમાં પેટાકોન્ટ્રાક્ટમાં નોકરી કરતા સાબુ થનકચંદ યોહાના ઉ.વ- ૪૪ ધંધો- પ્રા.નોકરી રહે. મુળ-કેરાલા ગામ- પલ્લીપાડ ચેકઓ ટુ કીઝાથીલ હાલ રે- કોવાયા અલ્ટાટ્રેક જી.સી.ડબલ્યુ કોલોની તા- રાજુલા વાળાએ ગેરકાયદેસર વ્યાજખોરીની પ્રવૃતિ કરતા તથા કંપનીમાં કોઇ કામકાજ ન કરતા હોવા છતા બળજબરીથી ખંડણી માંગતા ઇસમો વિરૂધ્ધ ફરીયાદ આપતા ગુન્હો રજી. કરી ગણતરીની કલાકોમાં તમામ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી મરીન પીપાવાવ પોલીસ

ગુન્હાની વિગતઃ-

આ બનાવની હકિકત એવી છે કે, આ કામના ફરીયાદીએ કોવાયા ગામે અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીમાં આવેલ પેટા કંપની એ.જે.ઇલેક્ટ્રીકલ્સ કંપનીમાં નોકરી કરતા હોય અને આ કામના આરોપીઓ પાસેથી ૧૦ વર્ષ પહેલાથી આજ દીન સુધી કુલ રૂ, ૩૫,૦૦,૦૦૦/- (પાંત્રીશ લાખ) ત્રણ ટકા વ્યાજે લીધેલ, અને તેના વ્યાજ પેટે કુલ રૂ, ૧,૩૦,૪૦,૦૦૦/- (એક કરોડ ત્રીશ લાખ ચાલીશ હજાર) રોકડા રૂપીયા, તથા ફરિયાદી અને કંપનીના માલીકની મિલ્કત, જેમાં રાજુલા તાલુકાના હિંડોરણા ગામે આવેલ પ્લોટ નં-૧૯ નો અસલ દસ્તાવેજ નં-૫૮૧/૨૦૧૬, તથા રાજુલા સુર્યા બંગ્લોઝમાં મકાન નં- ૨૨ નો અસલ દસ્તાવેજ નં- ૨૫૩૨/૨૦૧૧, તેમજ એસ.બી.આઇ.બેન્ક કોવાયા બ્રાન્ચના એ.જે.ઇલેકટ્રીકલ્સ નામની કંપનીના ચેકો, બળજબરીથી પડાવી લીધેલ અને મુદ્લ તથા વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હોય,

તેમજ આરોપી લક્ષ્મણભાઇ સાર્દુળભાઇ વાઘ કંપનીમાં કોઇ કામ ન કરતો હોવા છતાં ફરિયાદી પાસેથી ખંડણી પેટે વર્ષ-૧૯૯૯ થી વર્ષ-૨૦૦૩ સુધી દર મહીને રૂ, ૧૦,૦૦૦/- લેખે કુલ રૂ, ૪,૮૦,૦૦૦/- તથા વર્ષ-૨૦૦૪ થી વર્ષ- ૨૦૦૭ દરમ્યાન દર મહીને રૂ, ૨૦,૦૦૦/- લેખે કુલ રૂ, ૯,૬૦,૦૦૦/- તેમજ વર્ષ-૨૦૦૮ થી વર્ષ-૨૦૧૮ સુધી દર મહીને રૂ, ૩૦,૦૦૦/- લેખે કુલ રૂ, ૩,૯૬,૦૦૦૦/- મળી વર્ષ-૧૯૯૯ થી વર્ષ-૨૦૧૮ સુધી ખંડણી પેટે કુલ રૂ, ૫૪,૦૦,૦૦૦/- (ચોપ્પન લાખ) બળજબરીથી પડાવી લીધેલ,

તેમજ આરોપી દાનુભાઇ વિરાભાઇ નોળ કંપનીમાં કોઇ કામ ન કરતો હોવા છતા ફરિયાદી પાસેથી વર્ષ-૨૦૧૩ થી વર્ષ-૨૦૧૮ સુધી દર મહીને ખંડણી પેટે રૂ, ૧૦,૦૦૦/- લેખે કુલ રૂ, ૭,૨૦,૦૦૦/- બળજબરીથી પડાવી લીધેલ,

 તેમજ ફરિયાદીએ વર્ષ ૨૦૧૮ થી વર્ષ ૨૦૨૨ સુધી કોઇ ખંડણીની રકમ આપેલ ન હોય જેથી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીને કોવાયા ગામે આવેલ ઓફીસે બોલાવી બળજબરીથી ૩,૯૦,૦૦૦/- ના બે કોરા ચેક લઇ લીધેલ હોય જે બનાવની ગંભીરતા સમજી ફરીયાદીની ફરીયાદ આધારે તાત્કાલીક ગુન્હો રજી. કરી ગણતરીની કલાકોમાં આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે

પકડાયેલ આરોપીઓઃ-

(૧) ભગવાનભાઇ ટપુભાઇ વાઘ ઉ.વ- ૪૧ ધંધો-પ્રા.નોકરી રહે. કોવાયા તા-રાજુલા 

(૨) બાલુભાઇ વાજસુરભાઇ લાખણોત્રા ઉ.વ- ૪૫ ધંધો-પ્રા.નોકરી રહે. કોવાયા તા-રાજુલા

(૩) રામભાઇ ઉર્ફે રામભાઇ ટોપી રાજાભાઇ લાખણોત્રા                ઉ.વ-૫૦ ધંધો- ખેતી રહે. કોવાયા

(૪) સુરેશભાઇ ભક્તિરામ અગ્રાવત ઉ.વ- ૪૯ ધંધોપ્રા.નોકરી      રહે. કોવાયા તા-રાજુલા

(૫) લક્ષ્મણભાઇ સાર્દુળભાઇ વાઘ ઉ.વ-૬૩ ધંધો-ખેતી રહે.            કોવાયા તા-રાજુલા

(૬) વિક્રમભાઇ સુમરાભાઇ લાખણોત્રા ઉ.વ- ૩૩ ધંધો-                  કોન્ટ્રાકટર રહેકોવાયા તા-રાજુલા

(૭) દુલાભાઇ સાદુભાઇ લાખણોત્રા ઉ.વ-૫૧ ધંધો-પ્રા.નોકરી           રહે. કોવાયા તા-રાજુલા

(૮) દાનુભાઇ વિરાભાઇ નોળ ઉ.વ-૩૨ ધંધો-કોન્ટ્રાકટર રહે. કોવાયા તા-રાજુલા

 (૯) લાભુભાઇ બાલુભાઇ વાઘ ઉ.વ- ૩૪ ધંધો- ઇલેકટ્રીકલ મુળ જોલાપુર હાલ- કોવાયા તા- રાજુલા

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના તથા સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા.નાઓએ આપેલ માર્ગદર્શન હેઠળ પીપાવાવ મરીન પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. ડી.બી.મજીઠીયા તથા એ.એસ.આઇ. હિંમતભાઇ રાઠોડ તથા મનસુખભાઇ મકવાણા તથા હેડ.કોન્સ. પ્રવિણભાઇ બારીઆ તથા ઇન્દ્રજીતસિંહ ગોહીલ તથા પો.કોન્સ. અજયભાઇ વાઘેલા તથા મહેશભાઇ ખેરાળા તથા ભલાભાઇ ગમારા તથા મનુભાઇ બાંભણિયા તથા હારીતસિંહ સરવૈયા તથા સંજયભાઇ ચાવડા તથા કુલદીપસિંહ પરમાર વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ

આ પ્રકારના બનાવો અન્ય કોઇ વ્યક્તિઓ સાથે બનેલ હોય કે કોઇ અસામાજીક તત્વો દ્વારા વગર લાયસન્સે વ્યાજે પૈસા આપી ડરાવી ધમકાવી, ધાક-ધમકી આપી, બળજબરીથી ઉંચુ વ્યાજ, તથા ખંડણી, હપ્તા, માંગવામાં આવતા હોય તો પીપાવાવ મરીન પો.સ્ટે .તથા નાયબ પોલીસ અધિક્ષક .ની કચેરી સાવરકુંડલા વિભાગ, સાવરકુંડલા નો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવેલ

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી