ભાવનગર-બાંદ્રા વચ્ચે વધારાની સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે આગામી તહેવારો (રક્ષાબંધન અને અન્ય)ને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:- ટ્રેન નંબર 09208/09207 ભાવનગર-બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ સ્પેશિયલ [4 ટ્રીપ્સ] 1. ટ્રેન નંબર 09207 બાંદ્રા–ભાવનગર સુપરફાસ્ટ સ્પેશિયલ 13મી ઓગસ્ટ, 2022 (શનિવાર) ના રોજ બાંદ્રા ટર્મિનસથી 19.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09.25 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09208 ભાવનગર–બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ 14મી ઓગસ્ટ, 2022 (રવિવાર)ના રોજ ભાવનગર ટર્મિનસથી 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 06.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. 2. ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ 01 સપ્ટેમ્બર, 2022 (ગુરુવાર)ના રોજ ભાવનગર ટર્મિનસથી 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 6.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09207 બાંદ્રા–ભાવનગર સુપરફાસ્ટ સ્પેશિયલ 02 સપ્ટેમ્બર, 2022 (શુક્રવાર) ના રોજ બાંદ્રા ટર્મિનસથી 09.15 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. ઉપરોક્ત બંને ટ્રેનોમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચનો સમાવેશ થાય છે. 13મી અને 14મી ઓગસ્ટ, 2022ના રોજ ચાલતી ટ્રેન નંબર 09207/09208નું બુકિંગ 8મી ઓગસ્ટ, 2022થી તથા 01મી અને 02મી સપ્ટેમ્બર, 2022ના રોજ ચાલતી ટ્રેન નં. 09208/09207નું બુકિંગ 09મી ઓગસ્ટ, 2022ના રોજ યાત્રી આરક્ષણ કેન્દ્ર અને IRCTCની વેબસાઈટ પર શરૂ થશે. આ ટ્રેનોના ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને બંધારણ સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सुरनकोट से BJP उम्मीदवार सैयद मुश्ताक बुखारी का निधन, कई दिग्गज नेताओं ने जताया शोक
: भाजपा नेता मुश्ताक बुखारी का बुधवार सुबह जम्मू-कश्मीर के पुंछ जिले के सुरनकोट में निधन हो गया।...
India sees further dip in daily Covid tally with 4,282 cases; active caseload at 47,246
India on Monday witnessed a further in its daily Covid cases with 4,282 fresh infections in the...
ব্ৰহ্মপুত্ৰৰ বুকুত আবদ্ধ নিমাটিৰ পৰা মাজুলী অভিমুখী ফেৰী। যাত্ৰী মাজত হাহাকাৰ।
ব্ৰহ্মপুত্ৰৰ বুকুত আবদ্ধ নিমাটিৰ পৰা মাজুলী অভিমুখী ফেৰী। যাত্ৰী মাজত হাহাকাৰ।
મહેસાણા:-10 સપ્ટેમ્બર સુધી ગાંધીનગર વરેઠા મેમુ સ્પેશિયલ ટ્રેન રદ
મહેસાણા:-10 સપ્ટેમ્બર સુધી ગાંધીનગર વરેઠા મેમુ સ્પેશિયલ ટ્રેન રદ