બાબરા તાલુકાના કોટડાપીઠા ગામે ફરીયાદી વસંતભાઇ દરજી ઉપર જીવલેણ હુમલો કરી નાસી જનાર આરોપીઓને ગણતરીની કલાકોમા શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરતી બાબરા પોલીસ ટીમ.

બાબરા પો.સ્ટે પાર્ટ એ ૦૦૬૪/૨૦૨૩ ઇ.પી.કો. મ ૩૦૭,૩૨૪,૩૨૩,૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯ , ૫૦૬-૨ મુજબના કામે ફરીયાદી વસંતભાઇ ચંદુભાઇ ડાભી ઉ.વ .૫૪ ધંધો દરજીકામ રહે . કોટડાપીઠા મેઇનબજારમાં તા . બાબરા જી.અમરેલી વાળા હોય જે ગુન્હાના આરોપીઓએ આ કામના ફરીયાદીએ અગાઉ આ કામેના આરોપી ન ૧ થી ૩ વિરૂધ્ધ કુલ ત્રણ વખત મારા મારીની તથા પોતાની દુકાન સળગાવવાની પોલીસ ફરીયાદ આપેલ હોય જે પોલીસ ફરીયાદનુ આરોપીઓએ મનદુખ રાખી તમામ આરોપીઓએ એક સંપ કરી ગે.કા. મંડળી રચી તમામ આરોપીઓએ પ્રાણ ધાતક હથીયારો ધારણ કરી એક સમાન ઇરાદે આરોપી ન ૧,૩,૪ નાએ લોખંડના પાઈપ ધારણ કરી ફરીયાદીને આડેધડ શરીરે માર મારી નાની મોટી ગંભીર ઇજાઓ પહોંચાડી આરોપી નં ૨ નાએ હાથમા છરો ધારણ કરી તથા આરોપી નં . ૩ નામે લોખંડનુ ધારીયુ ધારણ કરી ફરીયાદી ઉપર જીવલેણ હુમલો કરી ફરીયાદીને બન્ને પગે તથા બન્ને હાથે તથા માથાના ભાગે તથા વાંસાના ભાગે નાની મોટી ગંભીર ઇજાઓ કરી મારી નાખવાના ઇરાદે ફરીયાદી પર જીવલેણ હુમલો કરી જો આ બાબતે પોલીસ ફરીયાદ કરીશતો જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી જઇ ગુન્હો કયો વિ.નો ગુન્હો બાબરા પો.સ્ટે રજી થયેલ હોય.

 જે ગુન્હાના કામે આરોપીઓ નાસતા ફરતા હોય જે અંગે જાણ થતા પોલીસ દ્વારા આરોપીઓના ઘરે પહોંચી આરોપીઓના મળી આવવાના તમામ સંભવીત સ્થાનોએ તુરતજ તપાસ કરી ગણતરીના કલાકોમા બાબરા પોલીસ ટીમે આરોપીઓને પકડી પાડેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે .

 ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વિગતઃ

 ( ૧ ) વનરાજ ઉર્ફે વનો સ /ઓ વલકુભાઈ સુરગભાઈ બોરીચા ઉ.વ , ૩૦, ધંધો ડ્રાઇવિંગ, રહે . કોટડાપીઠા, ઉદય ઓફિસપાછળ,તા . બાબરા, જી.અમરેલી,

 ( ૨ ) જયરાજ સ/ઓ વલકુભાઈ સુરગભાઇ બોરીચા ઉ.વ.૩૨, ધંધો. ડ્રાંઇવિંગ, રહે. કોટડાપીઠા,ઉદય ઓફિસ પાછળ,તા .બાબરા, જી.અમરેલી,

(૩) . વલકુભાઇ સુરગભાઈ બોરીચા ઉં. વ.૬૦, ધંધો. નિવૃત, રહે.કોટડાપીઠા, ઉદય ઓફિસ પાછળ, તા . બાબરા, જી.અમરેલી,

ગુન્હામાં પકડવાના બાકી આરોપીઓની વિગતઃ-

(૧) બે અજાણ્યા આરોપીઓ

આરોપીઓના ગુન્હાહીત ઇતિહાસની વિગત:-

(૧) વનરાજ વલકુભાઇ બોરીચા - રહે કોટડાપીઠા તા. બાબરા જી.અમરેલી

બાબરા III/164/2015 ગુ.પ્રો.એક્ટ કલમ ૬૫-એ,ઇ વિ મુજબ જસદણ III/22/2017 ગુ.પ્રો.એક્ટ કલમ 66-1-B વિ મુજબ

બાબરા 1/85/2017 IPC કલમ 323 504 506-2 વિ મુજબ

બાબરા III102/2017 ગુ.પ્રો.એક્ટ કલમ ૬૫-ઇ વિ મુજબ

બાબરા 11193008201114 ગુ.પો.એક્ટ કલમ 66-1-8 વિ મુજબ બાબરા 11193008220704 ગુ.પ્રો.એક્ટ કલમ 66-1-B વિ મુજબ

બાબરા 11193008220943 IPC કલમ 323,504,506-2, 114 વિ મુજબ

(ર) જયરાજ વલકુભાઇ બોરીચા રહે કોટડાપીઠા તા. બાબરા જી.અમરેલી

બાબરા 11193008220577 ગુ પ્રો.એક્ટ કલમ 66-1-B વિ મુજબ બાબરા 11193008220943 IPC કલમ 323,504,506-2, 114 વિ મુજબ

ઉપરોક્ત કામગીરી બાબરા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર આર.ડી.ચૌધરી તથા પો.સબ ઇન્સ.બી.પી.પરમાર તેમજ બાબરા પોલીસ ટીમે હૂડા અરવિંદભાઇ કટારા તથા જયદેવભાઇ હેરમા તથા મહાવિરસીંહ સીંધવ તથા PC રાજેશભાઇ રાઠોડ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.