ડીસા તાલુકાના માલગઢ ગામની મોટી ઢાણીના વતની મનિષકુમાર મહેશભાઇ સોલંકી (માળી) (ઉં.વ. આ. 30) અને વર્ષોથી ડીસા ચામુંડા સોસાયટી કોલેજ નજીક રહેતાં અને હાલ સુરત ખાતે રહેતાં અને સુરત એ.પી.એમ.સી. શાકમાર્કેટના લવલી ટ્રેડર્સના વેપારી અને આશાસ્પદ પરિણીત યુવકનું અચાનક હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન થતાં ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
જ્યારે 3 ભાઇઓ છે. જેમાં 2 પી.એસ.આઇ. ભાઇઓ અને એક વેપારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જ્યારે આશાસ્પદ યુવક અને વેપારીના આકસ્મિક મોતને લઇ માળી સમાજ અને પરિવારજનોમાં ઘેરા શોકની કાલીમાં પ્રસરી ગઇ છે. જ્યારે પિતાનું આકસ્મિક મોત નિપજતાં 2 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જ્યારે પ્રભુ એમની દિવ્ય આત્માને ચિર શાંતિ અર્પે એવી પ્રાર્થના... ૐ શાંતિ