સાબરકાંઠા ના હિંમતનગર માં આવેલ વણઝારાવાસ હસનનગર વિસ્તાર કે જે હાથમતી નદી ના કિનારા પર આવેલું છે, જ્યાં
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
સરકારે આપેલ વસાહતો ના ફ્લેટ બનાવવામાં
આવેલ છે જેમાં બંન્ને કોમ. ની મિક્સ વસ્તી ફ્લેટમાં વસે છે, અહીંયા ફ્લેટ માં 18 બ્લોકમાં 436 મકાનો ગરીબો માટે બનાવેલ છે, અહીંયા બ્લોક મુજબ બંન્ને કોમ ને અલગ અલગ બ્લોકમાં મકાન આપવામાં આવ્યા હોત તો વારંવાર થતું ઘર્ષણ રોકી શકાયું હોત પરંતુ પોલીસ માટે માથાનો દુખાવો સાબિત થયેલ આ વિસ્તારમાં સ્પેશ્યલ પોલીસ તંબુ બાંધી ને પેટ્રોલિંગ કરે છે છતાં વર્ષે 50 થી પણ વધુ નાના મોટા ઝગડાઓ બંન્ને કૉમ્યૂનિટી વચ્ચે થતા રહે છે જેમાં કેટલીકવાર રાજકારણ ઘુસી જતા તેની અસર હિંમતનગર ના માહોલ પર પડે છે, આજ ના મામૂલી જગડા નું મૂળ કારણ એકટીવા ચાલક એકટીવા લઇ પસાર થઇ રહ્યો હતો ત્યારે અન્ય કોમ નું નાનું બાળક રોડ પર અચાનક વચ્ચે આવી જતા એકટીવા ચાલકે શોટ બ્રેક મારતા સ્લીપ ખાઈ પડી ગયો હતો જેથી બંન્ને કોમ વચ્ચે બોલાચાલી એ ઉગ્ર સ્વરૂપ લેતા બંન્ને બાજુ થી ટોળાં આમને સામને આવી પથ્થર મારો કરી થોડી વાર માટે વાતાવરણ તંગ કરી નાખ્યું હતું, ત્યાર બાદ પોલીસ ની ત્રણ ગાડીઓ બનાવ ના સ્થળે આવી બાઝી સંભાળી લીધી હતી અને સામાન્ય મારામારી ની આમને સામને ક્રોસ ફરિયાદ થતા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ના ઇન્સ્પેક્ટર જોશી સાહેબે બીચ બચાવ કરી બંન્ને કોમ વચ્ચે સમાધાન કરાવી વાતાવરણ ને તંગ બનાવવાથી બચાવવાનું પ્રશંસનીય કામ કર્યું હતું...
અહેવાલ : વારિસ સૈયદ, હિંમતનગર.