જિલ્લાના ૧૦૦ શિક્ષકોને “આરોગ્ય અને સુખાકારી એમ્બેસેડર” તરીકે તાલીમ અપાઇ 

      સાબરકાંઠા હિંમતનગરમાં સ્ટાસ સીટી હોલ ખાતે જિલ્લાના ૧૦૦ શિક્ષકોને આરોગ્યલક્ષી તાલીમ કાર્યક્ર્મ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી રાજ સુતરીયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. “આરોગ્ય અને સુખાકારી એમ્બેસેડર” તરીકે દરેક શાળામાં બે શિક્ષકો, શિક્ષક અને શિક્ષિકા દ્રારા કિશોરોમાં આરોગ્ય બાબતે જાગૃતિ આવે તે માટે દરેક અઠવાડિયે એક કલાક માટે રસપ્રદ પ્રવૃત્તિઓના સ્વરૂપમાં આરોગ્ય પ્રમોશન અને રોગ નિવારણ માહિતીની લેવડદેવડ કરવા માટે તાલીમ અપાઇ. 

    આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, આરકેએસકે પ્રોગ્રામ હેઠળ આયુષ્માન ભારત અંતર્ગત શાળા આરોગ્ય અને સુખાકારી કાર્યક્રમ ભારત સરકારે ૨૦૧૪ માં કિશોરોના સ્વાસ્થ્ય અને વિકાસની જરૂરિયાતોને સર્વગ્રાહી રીતે પ્રતિસાદ આપવા માટે 'રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ' (RKSK) નામનો વ્યાપક કાર્યક્રમ શરૂ કર્યો હતો. જેનો મુખ્ય ધ્યેય આરોગ્ય શિક્ષણ, રોગ નિવારણ જેવી પ્રવૃત્તિઓ દ્રારા શાળા કક્ષાએ સંકલિત, પ્રણાલીગત રીતે આરોગ્ય સેવાઓમાં સુધારો કરવાનો હતો. 

      વધુમાં ઉમેર્યું કે, કિશોરો આવતી કાલનુ ભવિષ્ય છે. તેમનુ માનસિક- શારીરીક આરોગ્ય, લાગણીઓ ઉપર નિયંત્રણ જેવી બાબતો, જાતિય આવેગો વગેરે બાબતે શિક્ષકો સારી રીતે ચર્ચા કરી શકે. વિધાર્થીઓ અને શિક્ષકો સિધા એક બીજાના સંપર્કમાં હોય છે. જેથી શિક્ષકો જ આ યોજનાના અમલીકરણનું શ્રેષ્ઠ માધ્યમ –સંદેશાવાહક છે. 

      આ પ્રસંગે સ્પેશલ ટ્રેનરો દ્રારા શિક્ષકોને અલગ અલગ વિષયો પરત્વે માહિતગાર કરયા હતા. તાલીમમાં શિક્ષકો સાથે ટ્રેનરો દ્રારા પ્રશ્નોત્તરી થકી તેમના સવાલો અને મૂંચવણો બાબત માર્ગદર્શન અપાયું હતું. 

    આ કાર્યક્ર્મમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના અધિકારીઓ, ડોક્ટરો અને કર્મચારીઓ અને જિલ્લાના શિક્ષકોએ ઉપસ્થિત રહી સફળ બનાવ્યો હતો.