અનુપમ અને અંગ્રેજી સ્કૂલમાં વિદ્યાર્થીઓ પ્રવાસી શિક્ષકોને ભરોસે. - હાર્દિક પઢીયાર (પ્રમુખ NSUI)

એક પણ કાયમી શિક્ષક વગર અંગ્રેજી માધ્યમની 36 શાળા શરૂ કરી દેવાઈ. - હાર્દિક પઢીયાર (પ્રમુખ NSUI)

ગરીબ બાળકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓની સ્પર્ધામાં ઊભા રહી શકે તેવી તાલીમ આપવાની વાતો સાથે અમદાવાદ મ્યુનિ. શાળાઓને રિપેરિંગ કરી અનુપમ શાળા અને અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કર્યાનું ગૌરવ લેતાં કરતાં ભાજપના શાસનમાં તમામ મ્યુનિ. શાળાઓમાં નિયત મહેકમ કરતાં 400 થી વધુ કાયમી શિક્ષકો ઓછા છે.

NSUI પ્રમુખ હાર્દિક પઢીયાર એ ભાજપના શાસનમાં મ્યુનિ. શાળાઓના મામલે દિલ્હીની આપ સરકારની નકલ કરાઈ હોવાનો આક્ષેપ કરતાં કહ્યું કે, કહેવાતી અનુપમ અને સ્માર્ટ તથા અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરવા ના નામે લાખો કરોડો રૂપિયાનું આંધણ કરાયું છે, પરંતુ તે શાળાઓમાં આવતાં ગરીબ વિદ્યાર્થીઓને પ્રવાસી શિક્ષકોના ભરોસે છોડી દેવાયાં છે...

શહેરમાં અંગ્રેજી માધ્યમની 54 સ્કૂલમાંથી 36 સ્કૂલમાં એક પણ કાયમી શિક્ષક નથી.

ધોરણ એકથી પાંચની 65 સ્કૂલમાં માત્ર 39 શિક્ષક જ કાયમી.

અંગ્રેજી માધ્યમમાં 255 શિક્ષકોના મહેકમ સામે 216 શિક્ષકોની ધટ.

હિન્દી માધ્યમમાં 459 શિક્ષકના મહેકમ સામે 212 શિક્ષકોની ઘટ ચાર સ્કૂલમાં તો એક પણ કાયમી શિક્ષક નથી.

હિન્દી માધ્યમની 54 સ્કૂલમાં 16,964 વિદ્યાર્થી વચ્ચે 247 શિક્ષક.