શ્રી સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન મોરબી - માળિયા હાઇવે ઉપર આવેલ મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ નાગડાવાસ ખાતે કરવામાં આવ્યું હતું તારીખ ૪,૫,૧૧ અને ૧૨ એમ ૪ દિવસ ચાલેલી ટુર્નામેન્ટમાં કુલ ૧૬ ટીમોએ ભાગ લીધો હતો
જેમાં રવિવારે તારીખ ૧૨-૦૨-૨૦૨૩ નાં રોજ સવારે ૨ સેમી ફાઇનલ મેચમાં પ્રથમ મેચ બ્રહ્મપૂરી ઇલેવન અને રૂદ્ર ઇલેવન વચ્ચે હતી જેમાં બ્રહ્મપૂરી ઇલેવન વિજેતા થઈ હતી તેમજ બીજી સેમી ફાઇનલ મેચ સમસ્ત બ્રહ્મસમાજ યુવક મંડળ ટ્રસ્ટ ઇલેવન અને જયદિપ ઇલેવન વચ્ચે હતી જેમાં જયદિપ ઇલેવન વિજેતા થઈ હતી
ત્યારબાદ બપોરે ફાઇનલ મેચ બ્રહ્મપૂરી ઇલેવન અને જયદિપ ઇલેવન વચ્ચે હતી જેમાં ટુર્નામેન્ટ ચેમ્પિયન જયદિપ ઇલેવન થઈ હતી તેમજ રનરઅપ તરીકે બ્રહ્નપુરી ઇલેવન રહી હતી. સમસ્ત બ્રહ્મસમાજ મોરબીનાં આમંત્રણને ખાસ માન આપીને મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી મેચ નિહાળવા માટે ખાસ હાજર રહ્યા હતા અને એમને ખેલાડીઓને પોતાની આગવી શૈલીમાં સુંદર માર્ગદર્શન આપ્યું હતું.
ટુર્નામેન્ટને સફળ બનાવવા પ્રતિકભાઈ જોષી, દીપેનભાઈ ભટ્ટ, સચિનભાઈ વ્યાસ, ધર્મેન્દ્રભાઈ શુક્લ, આર્યનભાઇ ત્રિવેદી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી તેમ સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોષીની યાદીમાં જણાવ્યું છે