શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે કામરેજ તાલુકાના ગામોમાં રૂ.૫.૮૩ કરોડના ખર્ચે ૫ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.જેમાં રૂ.૭૮ લાખના ખર્ચે ઘલુડીથી શેખપુર-ફુડસદ ગામને જોડતો ૧.૨ કિમીનો રોડ, રૂ.૧.૬૮ કરોડના ખર્ચે અંત્રોલીથી કન્યાસીનો ૨.૮ કિમી રોડ, રૂ.૧.૨ કરોડના ખર્ચે દેલાડ હળપતિવાસથી શામપુરા-ગલતેશ્વરને જોડતો ૧.૭ કિમીનો રોડ, રૂ.૬૦ લાખના ખર્ચે મોરથાણા સિમાડીનો ૧ કિમી રોડ તેમજ રૂ.૧.૫૭ કરોડના ખર્ચે હલધરૂ ગૌચરથી પરબ જોળવાને જોડતા ૧.૭ કિમીના રોડનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. આ રસ્તાના નિર્માણથી સ્થાનિક ગ્રામજનોને મુસાફરી, વાહનવ્યવહાર અને ખેતપેદાશના વહન માટે સુવિધા મળશે.

      ખાત મુહર્ત વિધી કાર્યક્રમમાં કામરેજ તાલુકા પંચાયત પ્રમુખ અજિતભાઈ આહિર, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પટેલ,પૂર્વ ધારાસભ્ય ભારતીબેન રાઠોડ,અગ્રણીઓ બળવંતભાઈ, કૌશલભાઈ પટેલ, અંત્રોલી ગામના સરપંચ જયેશભાઈ સોલંકી, ઘલુડીના સરપંચ મનીષાબેન પટેલ, મોરથાણા સરપંચ જીગરભાઈ પટેલ,દેલાડ સરપંચ ગીતાબેન આહિર,ગ્રામપંચાયતના સભ્યો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.