બનાસકાંઠા જિલ્લાના ગુંદરી પોલીસ ચેક પોસ્ટ ઉપરથી ટાટા નેનો ગાડી માંથી 41 હજારની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો..

પાંથાવાડા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન એક શંકાસ્પદ ગાડી ઉભી રખાવી તપાસ કરતા ગાડી માં થી દારૂ મળતા પોલીસે ગાડી ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે..

પાંથાવાડા પોલીસ સ્ટાફના માણસો ગુંદરી પોલીસ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરતા હતા . દરમ્યાન પો.સ.ઇ. એ.કે.દેસાઇનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મંડાર રાજેસ્થાન તરફથી એક નેનો ગાડી નંબર GJ.01.KC.3745 નીમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ગુંદરી તરફના રોડે આવનાર છે, જે બાબતી હકીકત આધારે પંચો તથા પો.સ્ટાફના માણસો સાથે સદરી ગાડીની નાકાબંધીમાં ચેક પોસ્ટ ખાતે રોડ ઉપર વાહન ચેકિંગ કરતા હતા..

આ સમયે હકીકતવાળી નેનો ગાડી આવતાં તેને હાથનો ઈશારો કરી રોકાવતાં તેમાં ચાલક રાયસીંગ સુજાનસીંગ રાઠોડ રહે નરસીગાર તા.ગઠરા રોડ જી.બાડમેર રાજેસ્થાન વાળો બેઠેલ હોઈ અને સદરી ગાડીમાં પંચો રૂબરૂ ચેક કરતાં ગેરકાયદેસર વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 41 હજાર 830 રૂપિયા નો સહીત કુલ મુદામાલ કબ્જે લઈ ચાલક વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ કાર્યવાહી કરેલ છે..