ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં અમદાવાદમાં ફરી એકવાર વેપારી હનીટ્રેપનો શિકાર બન્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં અતિ સુંદર દેખાતી યુવતીએ ડેટિંગ એપથી વેપારી સાથે મિત્રતા કરી અને પોતાના ઘરે બોલાવી શરીર સંબંધ બાંધ્યા પછી ખેલ શરૂ કર્યો. ઘરમાં સંતાઈને બેઠેલા બે શખ્સોએ વેપારીને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી 5 લાખની માંગ કરી.
આ અંગે વિગતે વાત કરીએ તો, ચાંદખેડા પોલીસે કવિતા નાયક નામની યુવતી અટકાયત કરી છે તેની સાથે આ ખેલમાં સાથ આપનાર રમેશ સુથારની પણ અટકાયત કરી છે. આ બંને જણાએ પોતાના એક સાગરીત સાથે મળીને વેપારીને જાળમાં ફસાવીને લાખો રૂપિયા પડાવ્યા હતા. ઘટનાની વિગતવાર વાત કરીએ તો આંબાવાડી વિસ્તારમાં રહેતા અને અસારવા ઇદગાહ સર્કલ પાસે વેપાર કરતાં વેપારીને તેઓના મોબાઇલ ફોનમાં 20 દિવસ પહેલા સોશિયલ મીડિયામાં ક્વેક ક્વેક નામની એપ્લિકેશનમાં કવિતા નામની છોકરીનો મેસેજ આવ્યો હતો અને બંને વચ્ચે મિત્રતા થતા બન્નેએ એકબીજાના મોબાઈલ નંબરની આપ લે કરી હતી.12 દિવસ પહેલા કવિતાએ વેપારીને મેસેજ કરીને તેના ઘરનું લોકેશન મોકલ્યું હતું અને ઘરે બોલાવ્યા હતા. વેપારી ઘરે ગયો હતો. જે બાદ 28મી જુલાઈએ કવિતાએ ફરી વેપારીને મેસેજ કરીને પતિ સુરત શહેર જતા રહ્યા છે તેવું કહીને ઘરે બોલાવ્યા હતા. 29મી જુલાઈએ વેપારી યુવતીના ઘરે ગયા હતા ત્યારે યુવતીએ ઘરનો દરવાજો બંધ કરીને વેપારીને તેના બેડરૂમમાં વેપારીને લઈ ગઈ હતી અને તેના કપડા ઉતારીને વેપારીનો હાથ પકડી શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે તે સમયે અચાનક એક વ્યક્તિએ ઘરમાં ઘૂસીને વેપારી સાથે મારઝૂડ કરી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી.
જે દરમિયાન બીજો એક વ્યક્તિ પણ ઘરમાં આવી ગયો હતો અને તેણે અગાઉ આવેલ વ્યક્તિને રમેશ તરીકે બોલાવીને પોતાની ઓળખ વકીલ તરીકેની આપી હતી .બંને જણાએ ભેગા થઈને વેપારીને માર મારી મોબાઇલ ફોન જુટવી લીધો હતો અને રમેશ નામના વ્યક્તિએ વેપારીને 5 લાખ રૂપિયા આપ નહીં તો તને બળાત્કારના કેસમાં ફસાવી દઈશું, તેવી ધમકી આપી હતી. વેપારીએ અત્યારે પાંચ લાખ રૂપિયા નથી તેવું કહેતા વેપારીએ અંતે 70 હજાર રૂપિયા આપ્યા હતા બાદમાં બીજા વ્યક્તિએ બે લાખ રૂપિયાની માંગ કરી હતી અને જેથી વેપારીએ પોતાના ખાતામાંથી બે લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા પછી વેપારીને નીકળી ગયા હતા.