બનાસકાંઠા સહીત સમગ્ર ગુજરાતમાં જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાનારી છે. ત્યારે ભાજપ કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટીએ પણ જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી જંગમાં ઉતરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં બુધવારે બનાસકાંઠાના ડીસામાં આખોલ ચાર રસ્તા નજીક આવેલા જૈન વિહારધામ ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોની ખાસ બેઠક યોજાઇ હતી.
જીલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને યોજાયેલી આ બેઠકમાં આગેવાનોએ કાર્યકરોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ અત્યારથી જ ચૂંટણીના કામે લાગી જવા માટે કાર્યકરોને હાકલ કરી હતી. આ બેઠકમાં ભેમાભાઇ ચૌધરી, ઉત્તર ગુજરાત ઝોન પ્રમુખ ડો.રમેશ પટેલ, નગરસેવક વિજયભાઇ દવે, રમેશભાઇ નાભાણી સહીત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
 
  
  
  
   
  