ખંભાત તાલુકાના વડગામ ખાતે મોટાભાઈએ પાણીની પાઈપલાઈનમાંથી પાણી નહિ લેવા બાબતે ઝઘડો કરી બોલાચાલી કરી ગાળો બોલી કોદાળીની મુદ્દલ મારતા તેમજ બાઇકના પેટ્રોલની ટાંકી પર કોદાળીના ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત માહિતીનુસાર, વડગામ જાગનાથ મહાદેવ પાસે રહેતા ભુપતભાઈ મથુરભાઈ જાદવ પોતાના પરિવાર સાથે રહે છે.જેઓના ત્રણ ભાઈઓની જમીન સીમ વિસ્તારમાં આવેલી છે.ત્રણેય ભાઈઓ ભાગ પાડેલા જમીનમાં ખેતી કરે છે.અને તેઓને સંયુક્ત માલિકીની પાંદડ રોડ ઉપર બોરીયાસીમ નજીક પાણીની લાઇન આવેલી છે.જ્યાંથી તેઓ ખેતી માટે પાણી લે છે. જો કે મોટા ભાઈ ભયલાલભાઈ મથુરભાઈ સાથે વિવાદ ચાલતો હોઇ ફરિયાદીને બનતું નથી.ફરિયાદી ભુપતભાઇ ૬ ફેબ્રુઆરીના રોજ સવારે સાડા દસેક વાગે સંયુક્ત માલિકીની પાઇપલાઈનમાંથી પાણી લેવા માટે ગયા હતા ત્યારે ભયલાલભાઈએ અહીંથી પાણી લેવાનું નથી.આ મારી લાઇન છે.ત્યારે ભુપતભાઈએ આ આપડી સંયુક્ત માલિકીની છે તેમ કહેતા ભયલાલભાઈ ઉશ્કેરાઈ જઇ હાથમાની કોદાળીની મુદ્દલ ડાબાના હાથના બાવડાના ભાગે મારી દીધેલ.ત્યારબાદ તેમનો પુત્ર ધવલ છોડાવવા વચ્ચે પડતા તેને પણ હાથમાની કોદાળી મારી બરડા પર મારી હતી.એટલું જ નહીં જી.જે.૨૩ ડી.જે ૭૦૫૭ બાઇકના પેટ્રોલની ટાંકી પર કોદાળીના ઘા મારી બાઇકને નુકશાન કર્યું હતું.જેને કારણે બુમાબૂમ કરતાં ભયલાલએ આજે તું બચી ગયો એકલો મળીશ તો તેને જાનથી મારી નાખીશ તેમ જતા જતા ધમકી આપી હતી.જેથી ફરિયાદી ભુપતભાઇ જાદવે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
(સલમાન પઠાણ-ખંભાત)