સુરતના સારોલી ખાતે આવેલી નેચર વેલી હોમ ખાતે રહેતા કલર કામના કોન્ટ્રાકટરને કલર કામના કોન્ટ્રાક્ટ આપવાના બહાને ઉંભેળ નજીકના જે.બી ફાર્મમાં બોલાવી કોન્ટ્રાકટર સહિત મિત્રને બંધક બનાવી ત્રણ અજાણ્યા ઈસમોએ તમંચાની નાળ પર ₹.5.17 લાખની મત્તા પડાવી લીધી હતી. સારોલી ખાતે આવેલી નેચર વેલી હોમ્સ મકાન નંબર- 43 માં રહેતા મોહન છબીલા ચોરસીયા કલરકામ સહિત ઇ કોમર્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે.કલર કામ કરતા હોય ગત 2 ફેબ્રુઆરીએ તેમના મોબાઇલ પર અજાણ્યા ઇસમો દ્વારા કામરેજના કોસમાડી મેઈન રોડ પર આવેલા ફાર્મ હાઉસના કલર સહિત ફર્નિચરના કામ માટે તેમના પર ફોન આવ્યો હતો.મોહન ચોરસીયા મિત્ર પ્રવીણભાઈ રાઠોડ સહિત તેમની બ્રિઝા ગાડી નંબર :-GJ05RB 2380 માં કામરેજના કોસમાડી થી ઉંભેળ તરફ જતા રોંગ સાઇડ રસ્તેથી જે.જે ફાર્મ પર ગયા હતા.ફાર્મ હાઉસમાં જતા જ અજાણ્યા એકટીવા સવાર ત્રણ પૈકી એકે તેની પાસે રહેલો તમંચો મોહનભાઈની છાતી પર મૂકી કલર કામના મોટા કોન્ટ્રાકટર છો.તમારી સોપારી મળી છે.કોન્ટ્રાકટર સાથે રહેલા પ્રવીણભાઈ રાઠોડ પોતે કેન્સર દર્દી હોય તેમને છોડી દેવા આજીજી કરી હતી.ત્યારે પ્રવીણભાઈ રાઠોડને ધમકી આપી હતી.કોઈને પણ ઘટના વિશે જાણ કરી તો તેને પણ ગમે ત્યાંથી શોધી મારી નાંખીશું.પરંતુ સોપારી અપનારનો ફોન આવે એટલે મોહનભાઈ ટપકાવી નાંખીશું.બાદમાં પ્રવીણભાઈ તેમજ મોહનભાઇ બંનેને નાયલોનની દોરી વડે હાથ પગ બાંધી મોઢે ટેપ મારી બારી સાથે બાંધી દીધા હતા.અને મોહન ભાઈના ખિસ્સામાંથી બ્રીઝા ગાડીની ચાવી મોબાઇલ તેમજ પ્રવીણ ભાઈના ખિસ્સા માંથી મોબાઇલ કાઢી ફરાર થઈ ગયા હતા.બાદમાં મોહનભાઈએ તેમને બાંધેલી દોરી યેનકેન પ્રકારે છોડી મોહનભાઇને પણ બંધન માંથી છોડાવી તેઓ દિવાલ કૂદી બહાર આવ્યા હતા.મોહનભાઇ એ અન્ય ફાર્મ હાઉસ પર રહેલા વ્યક્તિના ફોન મારફતે ભાગીદાર જીતુ ભાઈને ફોન કરી તેમના પરિવારને ઘટનાથી વાકેફ કરવાનું જણાવતા જીતુ ભાઈ મોહનભાઇ ઘરે જઈ પરિવારને સમગ્ર હકીકત જણાવી હતી.સમગ્ર ઘટના અંગેની જાણ મોહનભાઇ ચોરસીયાએ પોતાની બ્રીઝા ગાડી નંબર:- GJ 05RB- 2380 કિંમત ₹.5 લાખ રોકડા ₹.1500 મોબાઇલ કિંમત ₹.8 હજાર સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ 5.17 ની કિંમતની લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલા ત્રણ અજાણ્યા હિન્દી ભાષી ઇસમો વિરૂદ્ધ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.