વરવાળા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અને માજી સરપંચ ને ખોટા કેસમાં ફસાવી દેવાના ઈરાદા થિ ખોટી અરજી કરતા ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પ્રાત વિગત અનુસાર આ કામના આરોપી (1) અંબુભાઈ નરસિંહભાઈ વણકર (2) ગોપાલજી માનસિંહભાઈ ચાવડા (3) લાલજીભાઈ દેસાઈભાઈ રબારી તથા (4) અરવિંદભાઈ ભુલાભાઈ તડવી નાઓએ ગત તારીખ 12/01/2023 ના રોજ આશરે દસેક વાગ્યાના સમયગાળા દરમિયાન મોજે મોરીયા ગામની સીમ વિસ્તારમાં ગોપાલસિંહ માનસિંહ ચાવડાના કુવા વાળા ખેતરે ચારેય ઈસમો ભેગા થઈ વડવાળા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ બરકતુલ્લાખાન કિરીટસિંહ રાઠોડ તથા વરવાડા ગ્રામ પંચાયતના માજી સરપંચ રાજેશભાઈ ભુરાભાઈ તડવી નાઓ ગ્રામ પંચાયતની માહિતી આપતા ન હોય જેથી તેઓને ખોટા કેસમાં ફસાવી દેવાના ઇરાદાથી ગુનાહિત કાવતરું રચી તિલકવાડા પોલીસ સ્ટેશન ખાતે ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જાતિવાચક શબ્દો બોલી ખોટા આક્ષેપો વાળી ખોટી અરજી કરી સદર માહિતી ખોટી હોવાનું જાણવા છતાં રાજ્ય સેવક પાસે તેમની સત્તાનો ઉપયોગ કરાવવાના ઈરાદાથી તેમજ સામા વાળાઓને ખોટા કેસમાં ફસાવી તેઓને હાનિ પહોંચાડવાના ઈરાદાથી રાજ્ય સેવકને ખોટી માહિતી આપી તમામ આરોપીઓએ એકબીજાની મદદગારી કરતા તિલકવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે

સદર ઘટનાની જાણ તિલકવાડા પોલીસને થતા તિલકવાડા પોલીસે (1) અંબુભાઈ નરસિંહભાઈ વણકર (2) ગોપાલસિંહ માનસિંહ ચાવડા (3) લાલજીભાઈ દેસાઇભાઇ રબારી ત્રણેય મોરીયા તથા (4) અરવિંદભાઈ ભુલાભાઈ તડવી રહે નળગામ નાઓ વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે