વજેરિયા નજીકથી નેનો ગાડીમાં ઈંગ્લીશ દારૂની હેરા ફેરી કરતા એક આરોપીને ઝડપી પાડવામાં તિલકવાડા પોલીસને મળી સફળતા

પ્રાપ્ત વિગત અનુસાર તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ અને જુગારના ગુનાહો ને રોકવા અને આ સરકાર કામગીરી કરવા માટે પોલીસ અટફના માણસો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા દરમિયાન તેઓને બાતમિ મળેલ કે એક ટાટા નેનો ગાડીમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી થવાની છે જે બાતમીના આધારે તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો વજેરીયા ગામ નજીક બસ સ્ટેન્ડ પાસે નાકાબંધી કરી વોચમાં હતા દરમિયાન એક ટાટા નેનો ગાડી નંબર GJ 06 DB 6756 નંબરની ટાટા નેનો ગાડી આવતા પોલીસ સ્ટાફના માણસોએ નાકા બંધી કરી ગાડીને ઉભી રાખી તપાસ કરતા ગાડી માંથી ગેર કાયદેસર પર પ્રતિયા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના મુદ્દા માલ સાથે એક આરોપી ઝડપાઈ આવ્યો તિલકવાડા પોલીસે ઝડપાયેલા આરોપીને પ્રોહીબ્યુશન અંગે પૂછપરછ કરતા તેણે આ મુદ્દા માલ મધ્ય પ્રદેશ રાજ્યના છકતલા ગામના કોઈ ઈસમ પાસેથી લઈ આવ્યો હોવાનું જણાવેલ

તિલકવાડા પોલીસે ગાડી માંથી ગેરકાયદેસર વગર પાસ પરમિટના ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ ગોવા સ્પિરિટ ઓફ માઉથને વિસ્કીના 750 ML ની બોટલ નંગ 12 કિંમત રૂપિયા 4800 / તથા લંડન પ્રાઇડ પ્રીમિયમ વિસ્કી 180 ML ના કાચની પેટીઓ 19 કુલ નંગ 912 કિંમત રૂપિયા 91.200 તથા / ટાટા નેનો ગાડી કિંમત રૂપિયા 50,000 / તથા મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5000 મળી કુલ કિંમત 1.51000 નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલા આરોપી પ્રકાશભાઈ રણજીતભાઈ ગાંધી રહે મહાદેવ ચોક કિસનવાડી વડોદરા તથા મહારાષ્ટ્રના છકતલા ગામના એક અજાણ્યા ઈસમ મળી બન્ને આરોપીઓ વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે