મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ છઠ્ઠી U20 બેઠકની યજમાની કરવા ભારતનું સર્વપ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ શહેર અમદાવાદ છે સજ્જ...
તા.9 ફેબ્રુઆરી, 2023ના રોજ આયોજિત પ્લેનરી સેશનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી હરદીપસિંઘ પુરી વર્ચ્યુઅલી આ સેશનને સંબોધશે.
G20 માટે ભારતના શેરપા શ્રી અમિતાભ કાંત દ્વારા ‘G20- કોલ ફોર એક્શન’ પર એક વિશેષ સંબોધન કરવામાં આવશે...