બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ રોયલ્ટી ચોરી અટકાવવા પ્રયત્નશીલ બન્યું. આજરોજ વહેલી સવારે બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગની તપાસની ટીમ દ્વારા દાંતીવાડા તાલુકાના પાંથાવાડા પંથકના જાત-ભાડલી વિસ્તારમાં થતી સાદી રેતીની ચોરી અટકાવવા આકસ્મિક તપાસ હાથ ધરી૪૦લાખનો મુદ્દામાલ જપ્ત કરતા રોયલ્ટી ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામેલ. 

                (મેરૂજી પ્રજાપતિ)

રોયલ્ટી ચોરી અટકાવવા પ્રયત્નશીલ બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ દ્વારા દાંતીવાડાતાલુકાના પાંથાવાડા પંથકના જાત- ભાડલી,ગગેશ્વર વિસ્તારમાં આવેલ છીપુ નદીના પટમાં સાદી રેતીની ચોરી થતી હોવાની બાબતે તા.૭/૨/૨૦૨૨ની વહેલી સવારે બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇસ્પેક્ટર શ્રી જીગર ઠક્કર, શ્રી ડી.પી ગોહિલ, શ્રી જે.ડી.પટેલ તથા એન.આઈ.ખોખર સહિત તપાસ ટીમેં આકસ્મિક તપાસ હાથ ધરેલ. ત્યારે સ્થળ ઉપર ચાર ટ્રેકટરો ગેરકાયદેસર રેતી ચોરી કરતા પકડાયેલ.જે ૪૦લાખનો મુદ્દામાલ સિઝ કરી આગળની દંડનીય કાર્યવાહી હાથ ધરતા રોયલ્ટી ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામેલ.