સિહોરના એલડિમુની સ્કૂલ ખાતે અશ્વિનભાઈ ગોરડીયા જણાવ્યું છે કે, શિક્ષણના યજ્ઞ થકી સમાજસેવાનું શ્રેષ્ત્તમ કાર્ય થઈ રહ્યું છે આપણા સોની ફરજ છે સર્વશ્રેષે વિકાસ માટે શિક્ષણક્ષેત્રેનવીન પ્રયોગ કરી સર્વશ્રેછ્ઠ શિક્ષણ માટે પ્રયાસ શરૂ કર્યા છે. નવતર અભિગમ થકી ઉચ્ચ ગુણવત્તયુક્ત શિક્ષણ આપવાનું આયોજન થઈ રહ્યું છે દરેક વિધાર્થી ક્ષેત્રે સર્વશ્રેષ્ઠ બને તે માટેના અમારા સતત પ્રયાસો રહ્યા છે સિહોર એલડીમુનિ હાઈસ્કૂલ ખાતે શતાબ્દી મહોત્સવ સારસ્વતેયમ અને આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ કલરવ ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું જેમાં ૧૧૫ર જેટલા બાળકોનું રજીસ્ટેશન થયું હતું ૯૦૯ વિધાર્થી બાળકોએ ચિત્ર દોરી પોતાની કલાના ઓજસ પાથર્યા હતા અહીં દરેક વિદ્યાર્થીઓ ને પ્રમાણપત્રો એનાયત કરી વિદ્યાર્થીઓને ઇનામોથી નવાજવામાં આવ્યા હતા કાર્યક્રમના સમાપન અને ઇનામ વિતરણ પ્રસંગે અશ્વિનભાઈ ગોરડીયા, ભરતભાઇ મલુકા, કે.ડી.ગોહિલ, મિલન કુવાડિયા ઉમેશ મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અહીં કાર્યક્રમ સફળ બનાવવા શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી.