સુરત જિલ્લાના માંડવીના તાલુકાના બૌધાન ખાતે આવેલા સોની ફળિયામાં રહેતા હરીશભાઈ કિશોરભાઈ પટેલના રાધે ડી.જે દ્વારા કાર્યક્રમમાં સુપર મ્યુઝિક એન્ટર પ્રાઈઝેસ કંપનીના કોપી રાઈટ ભંગ કરી ગીતો વગાડતા કંપની દ્વારા કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ₹.1.45 લાખની કિંમતની ડી.જે સિસ્ટમ કબ્જે કરી હતી.સુરતના સરથાણા યોગીચોક નજીક આવેલા પેલેડિયમ મોલ ખાતે રહેતા નીખીલભાઈ કવરલાલ નાયક સુપર મ્યુઝિક એન્ટર પ્રાઇઝેસ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે.તેમની ફરજ દરમ્યાન ગુજરાત ભરમાં તેમની કંપની રાઘવ ડિજીટલ પ્રાઇવેટ લિમીટેડ દ્વારા શ્રી રામ ઓડીયો એન્ડ ટેલીફિલ્મ્સ,કિંજલ સ્ટુડિયો તેમજ ઈગલ હોમ એન્ટરટેઇમેન્ટ પ્રા.લી કંપનીના કોપી રાઈટ ભંગ કરનાર સામે દેખરેખ રાખી કોપી રાઈટ ભંગ કરનાર સામે કાર્યવાહી કરવાની કામગીરી હોય છે.ત્યારે શનિવારે રાત્રે કામરેજના બાપા સીતારામ ચોક વિસ્તારમાં આવેલી અંજની સોસાયટી ખાતે માંડવી તાલુકાના બૌધાન ગામના રાધે ડી.જે સંચાલક હરીશભાઇ કિશોરભાઈ પટેલ દ્વારા તેમની કંપનીના કોપી રાઈટ ભંગ કરી ડી.જે કાર્યક્રમમાં વાગતા ગીતો અંગે તેમણે કામરેજ પોલીસ મથકે જાણ કરી હતી.કામરેજ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી રાધે ડી.જે ના સંચાલક પાસે ગીતો વગાડવા બદલ કંપનીના લાઇસન્સ વિશે પૂછતા તેમની પાસે મળી આવ્યું ના હતું.જેથી કામરેજ પોલીસે બૌધાનના સોની ફળિયા ખાતે રહેતા અને રાધે ડી.જે ના સંચાલક હરીશભાઈ ઈશ્વરભાઈ પટેલ વિરુદ્ધ કોપી રાઈટ ભંગ બદલ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.કામરેજ પોલીસ સ્થળ પરથી લેપટોપ,સ્પીકર,વાયરીંગ બોર્ડ,એમ્પ્લીફાયર સહિત ડી.જે ના અન્ય સમાન મળી કુલ ₹.1.45 લાખની કિંમતની ડી.જે સિસ્ટમ સામગ્રી કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं