માનકુવા પોલીસ દ્રારા e - FIR અવેરનેસ કાર્યક્ર્મ કેરા H.J.D કોલેજ ખાતે યોજાયો.
જે.આર. મોથલીયા પોલીસ મહાનિરીક્ષક , સરહદી રેન્જ , ભુજ તથા સૌરભ સિંઘ, પોલીસ અધિક્ષકશ્રી , પશ્ચિમ કચ્છ - ભુજનાઓએ પશ્ચિમ કચ્છ - ભુજ જીલ્લામાં e - FIR અવેરનેસ કાર્યક્ર્મ સારૂ આપેલ સુચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગ ભુજનાઓ સુચના આપેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર ડી.આર.ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ માનકુવા પોલીસ સ્ટેશન , પશ્ચિમ કચ્છ - ભુજ અને એચ.જે.ડી.કોલેજના સંયુક્ત પ્રયાસથી આયોજીત ૯ -FIR અવેરનેસ પ્રોગ્રામ જે . એન . પંચાલ નાયબ પોલીસ અધિક્ષક , ભુજ વિભાગની અધ્યક્ષતામાં એચ.જે.ડી કોલેજ , કેરા ખાતે રાખવામાં આવેલ.જેમાં ભુજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન એચ . ભંડેરી , એચ.જે.ડી. કોલેજ ડાયરેક્ટરશ્રી ડો.જગદીશભાઈ જે . હાલાઈ , ભુજ તાલુકા પંચાયત ( કેરા ) સભ્ય ડાહ્યાભાઈ ડોરૂ તથા કેરા ગ્રામ પંચાયત સરપંચ મગનગીરી એસ.ગોસ્વામી ઉપસ્થિતિ રહેલ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ e - FIR બાબતે અવેરનેસ હતો , જે અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ , એનસીસી કેડેટ્સ , નેવી કેડેટ્સને ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ તરફથી SMART પોલીસિંગના ભાગરૂપે તારીખ ૨૩/૦૭/ ૨૦૨૨ ના રોજ લોન્ચ કરવામાં આવેલ e - FIR જે સીટીઝન પોર્ટલ અને સીટીઝન ફર્સ્ટ એપ અંતર્ગતની ૧૪ સુવિધામાં વધુ એક સુવિધા ઉમેરવામાં આવી , જે વિશે જે.એન. પંચાલ સાહેબ નાયબ પોલીસ અધિક્ષક , ભુજ વિભાગ તથા ડી.આર.ચૌધરી , પોલીસ ઇન્સ્પેક્ટર , માનકુવા તરફથી વિસ્તૃત માહિતી આપવામાં આવી.તે સિવાય ગુજરાત પોલીસ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ જેવી કે સુરક્ષા સેતુ યોજના , નેત્રમ- ત્રિનેત્રમ પ્રોજેકટ તથા સાઇબર અવેરનેસ , SHE ટિમ વિશે તમામ સ્ટુડન્ટ્સ અને અન્ય લોકોને માહિતગાર કરવામાં આવ્યા .
સાથે સાથે પોલીસ અધિકારઓ અને સ્ટુડન્ટ વચ્ચે સંવાદ પણ ગોઠવવામાં આવ્યો જેમાં ગુજરાત પોલીસને લાગતી માહિતીની આપ લે કરવામાં આવી.કાર્યક્રમનું સંચાલન કેરા આઉટપોસ્ટના ઇન્ચાર્જ જયપાલસિંહ જાડેજા , હેડ કોસ્ટબલ અને તેમની ટિમ તથા એચ.જે.ડી.કોલેજના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું.કાર્યક્રમના અંતે ક્યુ.આર કોડ સ્ટેન્ડીનો ઉપયોગ કરીને ૧૦૦ થી વધુ સ્ટુડન્ટ સીટીઝન ફર્સ્ટ એપ મોબાઇલમાં ડાઉનલોડ કરાવીને તેનો ઉપયોગ કરતા શીખવાડ્યું .