પોરબંદરમાં રેન્જ આઇજીપીની હાજરીમાં દારૂનો ટ્રક સ્ટેટ વિજીલન્સે ઝડપ્યો

જિલ્લા પોલીસ વડાની ટીમ ઘોર નિંદ્રામાં પોઢી રહેતા સ્ટેટ વિજિલન્સની ટીમે પોરબંદરમાં પહોંચી દરોડા પડ્યા

પોરબંદરમાં બેફામ રીતે દારૂનું દુષણ વધ્યું છે, તાજેતરમાં સુભાષનગર ખાતે બેફામ બનેલ બુટલેગરોના કારણે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠતા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. અને મહિલા સહિતના લોકોએ રોસે ભરાય રસ્તા ઉપર ઉતરી આવી પોલીસ વિરુદ્ધ આક્રોશ ઠાલવ્યો હતો. પોલીસ બેફામ રીતે હપ્તાહ લઈ બુટલેગરોને સાવરતા હોવાથી સામાન્ય લોકોનું જીવવું પણ પોરબંદરમાં દોહીલુ બની ગયું છે. જુનાગઢ રેન્જ આઈ જી પી મયંક ચાવડા પોરબંદરના પ્રવાસે હોય ત્યારે જ એક ટ્રક દારૂ સ્ટેટ વિજિલન્સની ટીમે પકડી પાડયો છે. પોરબંદર જિલ્લા પોલીસ વડાની ટીમ ઘોર નિંદ્રામાં પોઢી રહી હોવાનું ખુલ્યું છે. કારણ કે પોરબંદરમાં એક ટ્રક દારૂ ઘૂસી જતો હોવા છતાં પણ જિલ્લા પોલીસ વડાની ટીમ કોઈ પ્રકારની કાર્યવાહી ન કરતી હોય તેમ જણાય આવી રહ્યું છે. ઉદ્યોગ નગર પોલીસ મથક વિસ્તારમાં વિદેશી દારૂની બોટલનો ભરેલ ટ્રક ઝડપાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પોરબંદરના ઉદ્યોગ નગર વિસ્તારમાં દરોડા પડ્યા છે. એક બાજુ જુનાગઢ જુનાગઢ થી રેંજ આઈજીપી પોરબંદરના પ્રવાસે હોય અને બીજી બાજુ લાખો રૂપિયાની કિંમતનો દારૂ ભરેલા ટ્રક સ્ટેટ વિજિલન્સે ઝડપી પાડ્યો હોવાથી પોરબંદર પોલીસના પણ આબરૂના ધજાગરા થયા છે. અને ઉદ્યોગ નગર પોલીસના પીએસઆઇ સહિત પાંચ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા હોવાથી પોલીસ બેળામાં ખળ ભળાટ મચી ગયો છે.