મહે. પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ, સાહેબ રાજકોટ વિભાગ -રાજકોટ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી નિતેશ પાંડેય સાહેબ દ્વારા દેવભુમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા બની રહે અને જિલ્લામાં પોતાના આર્થીક ફાયદા માટે માદક (નશાકારક) પદાર્થોનું વેચાણ કરી અને યુવાધનને બરબાદ કરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા શ્રી પી.સી.સીંગરખીયા ઇન્યા પોલીસ ઇન્સપેક્ટર,એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકાને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ છે.

જે અન્વયે ગઇ તા.૦૨/૦૨/૨૦૨૩ રોજ એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકાના ઇન્ચા.પોલીસ ઇન્સપેક્ટર શ્રી પી.સી.સીંગરખીયા,એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકાની સાથે એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ., રાજેન્દ્રસિંહ મોતીભા જાડેજા, પોલીસ કોન્સ., કરણભાઇ સોંદરવા, ખેતશીભાઇ મુન વિગેરે એસ.ઓ.જી.લગત ખાનગી કામગીરી સબબ કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ, રાજેન્દ્રસિંહ મોતીભા જાડેજા તથા પોલીસ કોન્સ. કરણભાઇ દૈવીભાઇ સોંદરવાને સંયુક્તમાં ખાનગી બાતમીદાર મારફતે હકીકત મળેલ કે મારખીભાઇ કરશનભાઇ વારોતરીયા રહે ધતુરીયા ગામની સીમમાં, નવા જવાહર સ્કુલની પાછળ, તા. કલ્યાણપુર નામ વાળો ઇસમ પોતાના રહેણાંક મકાને ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો રાખી અને વેચાણ કરે છે જેથી તાત્કાલીક માદક પદાર્થ ગાંજાની હકીકત અંગેની જરૂરી તમામ કાર્યવાહી કરી મજકુર ઇસમના કબ્જા ભોગવટાના રહેણાક મકાનમાં તપાસ કરતા તેના ફળીયામાંથી ગાંજાના વાવેલા બે છોડ ૧ કિલો ૮૫૦ ગ્રામ કિ.રૂ.૧૮,૫૦૦/- તથા વેચાણ અર્થે રાખેલ સુકો ગાંજો ૯૩૩ ગ્રામ કિ.રૂ.૯,૩૩૦/- મળી એમ કુલ વજન ૨ કિલો ૭૮૩ ગ્રામ ગાંજો કિ.રૂ.૨૭,૮૩૦/- મળી આવેલ તેના વિરૂધ્ધમાં ૨ નાર્કોટીક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સન્સટેન્સ એક્ટ ૧૯૮૫ (એન.ડી.પી.એસ.)એક્ટની કલમ ૮(બી), ૮(સી). ૨૦(એ), ૨૪બી) મુબજ જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હે દાખલ કરી વધુ પુછપરછ અર્થે ધોરણસર અટક કરવામાં આવેલ છે તેમજ આ ગુન્હાની વધુ તપાસ પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી વી.આર.શુકલ કલ્યાણપુર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ છે.

અટક કરવામાં આવેલ આરોપી :-

મારખીભાઇ કરશનભાઇ વારોતરીયા રહે.ધતુરીયા ગામની સીમમા, નવા જવાહર સ્કુલની પાછળ, લાલુકા ગામે જતા રોડની બાજુમાં, રામાપીરના મંદીરના પટાંગળમાં તા.કલ્યાણપુર જિ. દેવભૂમિ દ્વારકા

કામગીરી કરનાર ટીમ :-

(૧) શ્રી પી.સી.સીંગરખીયા ઇન્ચા.પોલીસ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી., દેવભુમિ દ્વારકા તથા એસ.ઓ.જી. સ્ટાફના (૨) શ્રી હરદેવસિંહ જાડેજા, એ.એસ.આઇ. (3) શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, એ.એસ.આઇ. (૪) વિરેન્દ્રસિંહ જાડેજા એ.એસ.આઇ., (૫) શ્રી કાનાભાઇ માડમ, એ.એસ.આઇ (૬) શ્રી હરપાલસિંહ જાડેજા એ.ખેસ.આઇ., (૭) શ્રી દિનેશભાઇ માડમ, પોલીસ હેડ કોન્સ. (૮) શ્રી કિશોરભાઇ ડાંગર, પોલીસ હેડ કોન્સ. (૯) શ્રી જગદીશભાઇ કરમુર પો.હેડ.કોન્સ., (૧૦) જીવાભાઇ ગોજીયા પો.હેડ.કોન્સ. (૧૧) શ્રી નિર્મલભાઇ આંબલીયા પો.હેડ.કોન્સ., (૧૨) શ્રી વિજયસિંહ જાડેજા, પોલીસ કોન્સ., (૧૩) શ્રી ખેતશીભાઇ મુન, પોલીસ કોન્સ. (૧૨) શ્રી પબુભાઇ માયાણી, પોલીસ કોન્સ., (૧૩) દિનેશભાઇ ચાવડા પો.કોન્સ, (૧૪) કરણભાઇ દેવીભાઇ સોંદરવા પો.કોન્સ.