કોચી : કેરળ ની હાઇકોર્ટ એ હમણાંજ એક અહમ ફેસલો સુનાવ્યો છે કે દરેક મુસ્લિમ ને કોઈપણ મસ્જિદમાં નમાજ પઢવાનો કે જાહેરમાં કોઈપણ કબ્રસ્તાનમાં દફનાવવાનો અધિકાર છે અને તેઓને એટલા માટે મનાઈ ના કરી શકાય કે તેઓ અલગ સંપ્રદાય થી છે.

જસ્ટિસ ભટ્ટી અને જસ્ટિસ બાલાજી એક વકફ ઘ્વારા દાખલ અરજી પર વિચાર કરી રહ્યા હતા જેમાં તર્ક આપવામાં આવ્યો હતો કે તેમનાજ કેટલાક સભ્યો એક અલગ સંપ્રદાય માં બદલાઈ ગયા છે, જેથી તેઓ નમાજ પઢવાને હકદાર નથી અને તેમના કેટલાક મૃતદેહો ને પ્રાઇવેટ પ્રોપર્ટી ના કબ્રસ્તાન માં દફનાવવામાં આવેલ છે:

કોર્ટે કહ્યું હતું કે જમાતને મસ્જિદમાં નમાજ અદા કરવાનાં મુસ્લિમ ના અધિકારમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર નથી: કોર્ટે એમ પણ કહ્યું હતું કે, મૃતદેહ ને દફનાવવો એક નાગરિક અધિકાર છે.

રિપોર્ટર : વારિસ સૈયદ

             હિંમતનગર