કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે ઉજવાઈ રહેલા ચાર રાજ્યોના ભરવાડ સમાજના સમૂહ લગ્નોત્સવ માં ફૂલ વર્ષા કરવા માટે હેલિકોપ્ટર લાવવામાં હતું ત્યારે પુષ્પ વર્ષા માટે લાવેલા હેલિકોપ્ટરમાં અચાનક કોઈ યાત્રિક ખામી સર્જાઈ હતી ખામીને લઈ પુષ્પ વર્ષા માટે લાવેલું હેલિકોપ્ટર ચાલુ કરવામાં આવ્યું ત્યારે હેલિકોપ્ટર નું એન્જિન સ્ટાર્ટ ન થતા સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ધોરણે ધક્કો મારી ને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યું હતું. જોકે આવા સંજોગોમાં ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી ભરવાડ સમાજના સમુહ લગ્નમાં હાજરી આપવાના હોય ત્યારે એમના હેલિકોપ્ટર ના ઉતરાણ માટે કાળજી રાખીને ખામી સર્જાયેલ હેલિકોપ્ટર ને ધક્કો મારવાની ફરજ પડી હતી જેમાં લોકોએ ધક્કો મારી રહેલ હેલિકોપ્ટરનો વિડિયો ઉતારી વાઈરલ કર્યો હતો