કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 13 વર્ષની સગીરા દૂધ લેવા જાઉં છું તેવું કહીને ઘરેથી ગામના જ એક વાસમાં ગઈ હતી, પરંતુ ઘરે ન આવતા વાલી વારસોએ શોધખોળ હાથ ધરી હતી. પરિવારજનોએ પોતાની 13 વર્ષની સગીરા મળી ન આવતા બાવલું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંઘી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

કડી તાલુકા તેમજ શહેરની અંદર સગીર વયની બાલિકાઓ ગુમ થવાની ફરિયાદોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કડી તાલુકાના એક ગામની અંદર મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા પરિવારની 13 વર્ષની દીકરી ગુમ થઈ જતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી હતી. જ્યાં કડી તાલુકાના એક ગામમાં રહેતો પરિવાર મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે અને જેઓને ચાર સંતાન છે. જેમાં સૌથી નાની 13 વર્ષની સગીરા કે જે આઠમાં ધોરણમાં ગામની સ્કૂલમાં ભણે છે. પરિવાર ઘરની અંદર હાજર હતો તે દરમિયાન 13 વર્ષની સગીરા ગામના એક વાસમાં દૂધ લેવા બરણી લઈને ઘરેથી નીકળી હતી.

જે દરમિયાન પરિવારની સગીરા ઘરે પાછી ન આવતા પરિવારજનોએ ગામની અંદર તપાસ કરી હતી, પરંતુ પોતાની દીકરી મળી ન આવતા પરિવાર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સમય વીતતા બાળકી મળી ન આવતા પરિવાર કડી બાવલુ પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યો હતો. જ્યાં તેમણે પોતાની 13 વર્ષની સગીરા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.