ખંભાતમાં ધી જનરલ હોસ્પિટલ તેમજ ધી એમ.એમ.પરીખ કાર્ડિયાક કેર સેન્ટરના સંયુક્ત ઉપક્રમે શ્રીમતી સોહિનીબેન હેમેન્દ્રભાઈ પટેલ ( પી.એન્ડ બી ફાર્મા)ના સૌજન્યથી ત્રિદિવસીય નિઃશુલ્ક 'મેગા સર્જરી'કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જે કેમ્પ અમેરિકાથી ૧૫થી વધુ ડૉકટરો સહિત સ્ટાફ મળીને આજુબાજુના ગામના તેમજ શહેરના પલાસ્ટીક સર્જરી, જનરલ સર્જરી, ગાયનેક સર્જરી, સહિતના ૧૭૫ જેટલા ઓપરેશનો હાથ ધરાશે.જેમાં અમેરિકાના ડૉકટરો સારવાર આપશે.

શુભારંભ દરમિયાન પૂર્વ ધારાસભ્ય મયુરભાઈ રાવલ, ધર્મનંદન સ્વામી, ઉપપ્રમુખ-ડૉ. દિનેશભાઈ પંડિત, સેક્રેટરી-કિશોરભાઈ શાહ, કાર્ડિયાક-મિલિંદભાઈ શાસ્ત્રી, સહિતના ટ્રસ્ટીઓ, ડોકટર્સ, સ્ટાફ અને શ્રેષ્ઠીઓ, મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

(સલમાન પઠાણ-ખંભાત)

9558553368