ગુજરાત ના ઈતિહાસ માં ગ્રાહક સુરક્ષા નો ઐતીહાસિક ચુકાદો..

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મકાનનું બાંધકામ પુરું ન કરી આપનાર કોન્ટ્રાક્ટર ને ગ્રાહક માનસિક ત્રાસ બદલ રૂ. ૧,૦૦,૦૦૦ ચૂકવી આપવા હુકમ કર્યો..

ગુજરાતની જાણીતી ગ્રાહક હિત રક્ષક સુરક્ષા સંસ્થાના પ્રયાસોથી વધુ એક ચાહકને ન્યાય મળ્યો છે બિલ્ડરના મનસ્વીપણાની સામે કોર્ટ એ માનસિક ત્રાસ બદલ રૂપિયા એક લાખ ચૂકવવા અને કામ પૂર્ણ કરવા હુકમ કરતા કોન્ટ્રાક્ટર માં ફફડાટ ફેલાયો હતો..

બનાસકાંઠા ના પાલનપુર તાલુકા ના ગાદલવાડા ગામે રહેતા રૂપલબેન જગદીશભાઈ પઢીયાર અને સોમાલાલ કેશવલાલ મકવાણા ને પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામે મકાન બનાસકાંઠા જિલ્લા નું હોઈ ગ્રાહકે પાલનપુર ખાતે મકાન બનાવી આપનાર કોન્ટ્રાક્ટર સુનીલ આર ગોહિલ, સાગર આર ગીહિલ અને રામકિરણજી ગોહિલ નો સંપર્ક કરી તેમની સાથે ભાવ નક્કી કરી ૬૩૦ ફૂટ ના મકાન બાંધકામ માટે ૮૫૦ રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ ના ભાવ નક્કી કરી મકાન બનાવી આપવા માટે કરાર લેખ કરેલો અને એ કરાર લેખ મુજબ કરારમાં જણાવેલી શરતોને આધીન ત્રણ માસમાં મકાનનું બાંધકામ પૂર્ણ કરવાનું હતું પરંતુ બિલ્ડર કોન્ટ્રાક્ટરે ગ્રાહક પાસેથી સાડા ચાર લાખ રૂપિયા જેટલી મોટી રકમ લીધા બાદ પણ કામ પુરું કરી આપેલ નહીં અને ફરિયાદી ગ્રાહક ની વારંવાર વિનંતી હોવા છતાં તેઓ બાકીનું કામ પુરું કરી આપતા ન હતા અને તેથી ગાહક રૂપલબેન અને સૌમાલાલ ભાઈએ જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ ડીસાના પ્રમુખ અને ગાહક સુરક્ષા ચળવળકાર કિશોર દવે નો રૂબરૂ સંપક કરી લેખિત ફરિયાદ આપેલ હતી અને ગ્રાહકની ફરિયાદની ગંભીરતા થી લઈ દવે એ નોટિસ વિગેરેની કાર્યવાહી કર્યા બાદ બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલતમાં ગાહક ફરિયાદ દાખલ કરેલ હતી..

જે ફરિયાદના ચાલુ કામે પણ બિલ્ડર કોન્ટ્રાક્ટર ગ્રાહકનો જ વાંક કાઢતા હોઈ બનાસકાંઠા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગના પ્રમુખ એ બી પંચાલ અને સભ્ય એમ એસ સૈયદ તેમજ બી જ. આચાર્ય ની પુરીએ કોર્ટ કમિશનર ની નિમણૂક કરી અને સ્થળ સ્થિતિ અંગે રિપોર્ટ કરવા હુકમ કર્યો હતો..

અને ત્યારબાદ કોર્ટ મિશનર ના અહેવાલ મુજબ બિલ્ડર કોન્ટ્રાકટરે કરારમાં નિર્ધારિત થયેલ શરતો મુજબ મકાનનું બાંધકામ પૂર્ણ કરેલ ન હતું તેવું સ્પષ્ટ થતાં બનાસકાંઠા જિલ્લા ગ્રાહક અદાલતના પ્રમુખ એ શ્રી પંચાલ અને સભ્ય એમ એસ સૈયદની જ્યુરીએ જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી પ્રિતેશ શર્માની ધારદાર રજુઆતોને ધ્યાને લઇ બાહકની તર્કલમાં ચુકાદો આપ્યો છે..

ગ્રાહક અદાલતે આપેલ ચુકાદા મુજબ બિલ્ડર કોન્ટ્રાક્ટરે ત્રણ માસમાં બાકી રહેલ મકાનનું કામકાજ પૂર્ણ કરવાનું રહેશે તેમજ બિલ્ડૐ મકાન નું બાંધકામ પૂર્ણ ન કરી કરી સેવામાં ખામી કરેલ હોઇ ગ્રાહકને થયેલ માનસિક ત્રાસ પેટે રૂપિયા એક લાખ અને કરિયાદ ખર્ચના દશ હજાર દિન ૩૦ માં ચૂકવી આપવાનું ઠરાવેલ છે..

આ પ્રકારે માનસિક ત્રાસની આવડી મોટી રકમની ચુકાદો ગુજરાતમાં કોઈ જિલ્લા ગ્રાહક અદાલતે આવો ચુકાદો આ પહેલા આપેલ નથી તેથી આ ઐતિહાસિક ચુકાદો આપી ગ્રાહક ને..

ગ્રાહક અદાલતના ઇતિહાસમાં પ્રથમ ચુકાદો : કિશોર દવે

ગ્રાહક સુરક્ષા ના ધારાશાસ્ત્રી કિશોર દવે એ જણાવ્યુ હતું કે ગ્રાહક ને સમયસર મકાન પૂર્ણ કરવાની જગ્યાએ હેરાન કરતા કોર્ટ એ માનસિક ત્રાસ બદલ રૂપિયા એક લાખ અને ફરિયાદ બદલ રૂપિયા દશ હજાર સાથે ત્રણ માસમાં બાંધકામ પૂર્ણ કરવા હુકમ કરેલ..

હવે મારી દીકરી ને મકાન મળશે : સોમાભાઈ મકવાણા

રાહક સુરક્ષા માં ફરિયાદ કરનાર સોમાભાઈ એ જણાવ્યું હતું કે મારી દીકરી ને મકાન માટે ના આપ્યા હતા મકાન પૂર્ણ ન કરી કોન્ટ્રાક્ટર હેરાન કરતા હતા જોકે ગ્રાહક અદાલતે હેરાન બદલ રૂપિયા એક લાખ અને ત્રણ માસમાં મકાન પૂર્ણ કરવાનો આદેશ કરતા હવે મારી દિકરી ને ઘરનું સપનું પૂર્ણ થશે..