લાખણી(મેરૂજી પ્રજાપતિ)

ગ્રામ્યજનોના સર્વાંગી વિકાસનું કાર્ય સ્થાનિક સ્વરાજ્યની પાયાની સંસ્થા ગ્રામપંચાયત દ્વારા થાય છે. સરપંચ અને ત.ક.મંત્રી એ ગામના પ્રધાન અને સચિવ કહેવાય છે.ત્યારે વહીવટીય પારદર્શકતા લાવવા પ્રયત્નશીલ બનાસકાંઠા જિલ્લાવિકાસ અધિકારી શ્રીસ્વપ્નલખરે દ્વારા ગ્રામપંચાયત દ્વારા ગામડાઓ માં સરકારશ્રીની યોજનાઓનું અમલિકરણ થકી લાભાર્થીઓ સુધી યોજનાઓનો લાભ પહોંચે. પંચાયત વિભાગની યોજનાઓના કામોનું ગ્રામ્ય કક્ષાએ અસરકારક અમલીકરણ થાયતે હેતુથી તાલુકા વિકાસ અધિકારી દ્વારા દર મહીને સરપંચ/ત.ક.મંત્રી ઓની કામગીરીની ચકાસણી કરી બેસ્ટ કામગીરી કરનાર સરપંચ અને તલાટીકમ મંત્રીઓને સન્માન પત્ર આપી સન્માનિત કરવાનો નવતર અભિગમ અપનાવેલ છે. જે અંતર્ગત લાખણી તાલુકા પંચાયત ના તાબામાં આવતી લવાણા ગ્રામપંચાયતના સરપંચશ્રીને અને આગથળા ગ્રામપંચાયતના ત.ક.મંત્રી મ્યુરભાઈ એન.મકવાણાને લાખણી તાલુકા વિકાસઅધિકારી શ્રી શામળભાઈના હસ્તે બેસ્ટ સરપંચ/તલાટી તરીકે સન્માન પત્ર આપી સન્માન કરાયેલ.