આર્ટસ કોલેજ પાટણમાં ઉદિશાકલબ અંતર્ગત વ્યાખ્યાન યોજાયું

પી.કે. કોટાવાલા આર્ટસ કોલેજ પાટણમાં કે.સી.જી. અંતર્ગત ઉદિશા કલબની સ્થાપના કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું માર્ગદર્શન મળી રહે તેમજ સરકારની શિક્ષણ સુધારણા માટેની વિવિધ યોજનાનો લાભ લઇ શકે તે આ કલબનો મુખ્ય ઉદ્દેશ છે. કોલેજના વિદ્યાર્થીઓને અધ્યાપક બનવા માટે લેવાતી વિવિધ પરીક્ષાઓ અંગેનું યોગ્ય માર્ગદર્શન તેમજ દિશા મળી રહે તે હેતુથી પ્રા. યોગેશ પરમાર નું હાઉ ટુ પાસ નેટ, જે. આર .એફ, સેટ તેમજ ગેટ પરીક્ષા અને ઈફેક્ટીવ કમ્યુનિકેશન સ્કીલ વિષય પર તજજ્ઞ વ્યાખ્યાન યોજાયું જેનો આશરે ૪૫૦ વિદ્યાર્થીઓએ લાભ લીધો. કાર્યક્રમનું આયોજન ઉદીશા ક્લબના કો-ઓર્ડીનેટર ડો. પદ્માક્ષી વ્યાસ તેમજ ડો. ભરત ચૌધરીએ કર્યું પ્રિ.ડો. લલિત પટેલે વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા.