ભારત સરકારશ્રીના શિક્ષણ મંત્રાલય દ્વારા "પરીક્ષા પે ચર્ચા" ની છઠ્ઠી આવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ સાથે મા. વડાપ્રધાન શ્રી ના અનોખા ઇંટરેકટીવ કાર્યક્રમનું અનોખું આયોજન 27 મી જાન્યુઆરી 2023 ના રોજ કરવામાં આવેલ . આ કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાનું આયોજન કલરવ સ્કૂલ ના પ્રાંગણમાં કરવામાં આવેલ. જેમાં લોકલાડીલા ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમાર ની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી. તેમ જ નગરપાલિકા પ્રમુખ શ્રી શીતલભાઇ પટેલ, ભાજપા શહેર પ્રમુખ ડૉ. સંજયભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ ચાવડા, ભાજપા તાલુકા પ્રમુખ શ્રી પ્રવિણસિંહ પરમાર, કણજરી સ્ટેટ યુવરાજ શ્રી મયુરધ્વજસિંહજી પરમાર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી સોનલબેન રાઠોડ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ના મદદનીશ શિક્ષણ નિરીક્ષક શ્રી મહિપાલસિંહજી જેવા મહાનુભવો ઉપસ્થિત રહ્યા. બધા જ આમંત્રિત મહેમાનશ્રીઓનું સ્વાગત બુકે અને પુસ્તક દ્વારા કરવામાં આવેલ.
યશસ્વી વડાપ્રધાન મા.શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા પરીક્ષાના તણાવને દૂર કરવા માટેના ઉપાયો અને પોતાના અનુભવનો આદાન -પ્રદાન કરી હંમેશા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા હોય છે. કદાચ વિશ્વનો આ પ્રથમ દેશ હશે કે જેના વડાપ્રધાન પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ સાથે સીધા સંપર્કમાં આવીને પરીક્ષાનો જે ડર હોય છે તેને દૂર કરવાના તમામ પ્રયત્નો કરે છે તેઓ કહે છે કે *પરીક્ષા ડર કર નહીં પણ ડટ કર દેની ચાહિયે* તેઓ વિદ્યાર્થીઓને પરીક્ષાના તનાવ થી દૂર રહેવા માટે મગજની તંદુરસ્તી માટે યોગાસનો કરવા જોઈએ જેવી ઘણી સલાહ સૂચનો વિદ્યાર્થીઓને આપતા રહે છે. આ તબક્કે સરકારી મોડેલ સ્કૂલ, હાલોલ અને દુનિયા ના શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો. આ કાર્યક્રમ આશરે ૬૦૦ વિદ્યાર્થીઓએ મોટા એલ. ઈ. ડી સ્ક્રીન ઉપર નિહાળ્યો. આમ આ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સારી રીતે પૂર્ણ થયો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા શ્રીમતી પ્રભાબેન પેશરાણાએ કર્યું. તેમજ આ કાર્યક્રમમાં સાથ સહકાર આપનાર બધાનો કલરવ પરિવાર વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો.