વિજય છે...વિકાસ છે,

ભાજપ છે તો વિશ્વાસ છે.

ગુજરાત ના પનોતા પુત્ર અને ભારત દેશ ના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નું ખેડૂતો ને સમૃદ્ધ કરવા માટે નું સ્વપ્ન "સૌની યોજના" અંતર્ગત માં નર્મદા ના નીર થી ધાતરવડી ડેમ ૧, ધાતરવડી ૨ અને રાયડી ડેમ ભરવા આજે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું.

ખુબ ટુંક સમયમાં આ ડેમો ભરવામાં આવશે જે બદલ ખેડૂતો માં હર્ષ ની લાગણી પ્રસરી ગઇ છે, આ તકે સમગ્ર વિસ્તાર ની જનતા અને ખેડૂતો વતી જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી પીઠાભાઈ નકુમ, તાલુકા સંઘ ના ચેરમેન શ્રી જીગ્નેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હરસુરભાઈ લાખણોત્રા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મીઠાભાઈ લાખણોત્રા, ખેડૂત અગ્રણી શ્રી રમેશભાઈ વસોયા, તા. પં. સદસ્ય શ્રી કનુભાઈ ધાખડા સહિત ના આગેવાનો એ મોદી સાહેબ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, પૂર્વ સંસદીય સચિવ શ્રી હીરાભાઈ સોલંકી નો આભાર માન્યો હતો.

રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી