પઠાન ફિલ્મ દેશભરમાં 5,200 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ. ક્યાંક આ ફિલ્મને સમર્થન મળી રહ્યું છે તો ક્યાંક તેનો વિરોધ થઈ રહ્યો છે. વિરોધ છતાં પહેલા શોમાં 300 સ્ક્રીન્સ વધારવી પડી હતી , એટલે કે હવે આ ફિલ્મ દેશમાં 5 હજાર 500 સ્ક્રીન પર બતાવવામાં આવી રહી છે. પઠાણ ફિલ્મના એક ગીત ને લઇ વિવાદ થી વિરોધ થયો હતો. પરંતુ દુનિયા ભરમાં જોરદાર સિધ્ધી સાથે રેકોર્ડ કરતું નજર આવી રહ્યુ છે.! અને ફિલ્મ રિલીજ થતા પહેલાજ સારી એવી કમાણી પણ કરી ચુકી છે,! શાહરુખ ખાન ચાર વર્ષના લાંબાગાળા પછી બિગ સ્ક્રીન પર પરત ફરી રહ્યો છે. ફિલ્મમાં જોન અબ્રાહમ પણ લીડ રોલમાં છે. સિદ્ધાર્થ આનંદના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં શાહરુખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ, જ્હોન અબ્રાહમ, ડિમ્પલ કાપડિયા, આશુતોષ રાણા મહત્ત્વના રોલમાં છે. વિદેશમાં આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. બ્યૂરો અહેવાલ અનુશાર શરૂઆતના પરિણામો જોતા લાગે છે કે વિદેશમાં આ ફિલ્મ સુપરડુપર હિટ જવાની છે.! જર્મનીમાં ફિલ્મનું એડવાન્સ બુકિંગ 150 હજાર યુરો ( અંદાજે 1.32 કરોડ ) જેટલું થઈ ગયું છે. જર્મનીમાં પઠાણ ના ઓપનિંગ વીકેન્ડ માટે 8500 ટિકિટ વેચાઈ છે, જેમાં 4000 ઓપનિંગ ડે માટે છે. શાહરુખ માટે અમેરિકા એક મોટું માર્કેટ રહ્યું છે. અમેરિકામાં પઠાણ ની અંદાજે 23 હજાર ટિકિટ વેચાઈ ગઈ છે. એડવાન્સ બુકિંગમાંથી 350 હજાર ડૉલર ( 2.8 કરોડ રૂપિયા ) ની કમાણી થઈ છે. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો એડવાન્સ બુકિંગમાંથી અંદાજે 80 હજાર ઓસ્ટ્રેલિયન ડૉલર ( 45 લાખ રૂપિયા ) નું ગ્રોસ કલેક્શન થયું છે. ઓસ્ટ્રેલિયામાં ફર્સ્ટ ડે માટે 3000 ટિકિટનું વેચાણ થયું છે. સંયુક્ત અરબ અમીરાતમાં 3500 ટિકિટ વેચાઈ છે. 100 કરોડમાં ફિલ્મના રાઇટ્સ વેચાયા શાહરુખની આ ફિલ્મના મીડિયા રાઇટ્સ અંદાજે 100 કરોડમાં વેચાયા છે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે,  પઠાણ ના એક ગીતને રિલીઝ થયાના 1 કલાકમાં જ 2 મિલિયન વ્યુઝ મળ્યા અને આ ગીતને માત્ર એક કલાકમાં 2 લાખથી વધુ લાઇક્સ મળ્યા હતાં. ફિલ્મ પઠાણના ટીઝરને 24 કલાકમાં 1.13 મિલિયન લાઈક્સ મળી છે. ફિલ્મ નુ બઝટ 250 કરોડ નુ છે,!