ભૂકંપના ઝટકા યથાવત છે. મણિપુરમાં ભૂકંપ આવ્યો છે. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના અનુસાર , મણિપુરમાં 4.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. મણિપુરના વિષ્ણુપુરથી 79 km પશ્ચિમ - ઉત્તર પશ્ચિમમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ભૂકંપ આવતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. હાલમાં જ ઉત્તરાખંડના પિથોરાગઢમાં 3.8 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તો ગત મહિને ઉત્તરકાશીમાં ધરાધ્રૂજી હતી. જોકે આ ભૂકંપ ઓછી તીવ્રતાનો હતો. બ્યૂરો અહેવાલ અનુશાર ઉત્તરાખંડમાં મોટી સંખ્યામાં હાઈડ્રોપાવર પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા છે. પરંતુ આમાં સૌથી મોટો પ્રોજેક્ટ ટિહરી હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે. જ્યારે ટિહરી ડેમ ભારતનો સૌથી મોટો ડેમ છે, તેનો નંબર વિશ્વમાં 5મો છે. ઉત્તરાખંડના જોશીમઠમાં થયેલી દુર્ઘટના માટે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને પણ જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે, સુરંગના નિર્માણને કારણે અહીંની જમીન અંદરથી સંપૂર્ણ પોકળ બની ગઈ હતી. પરિણામ એ આવ્યું છે કે, હવે ઘણી જગ્યાએ તિરાડ પડવા લાગી છે. આવી સ્થિતિમાં હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ પર અનેક સવાલો ઉભા થવા લાગ્યા છે. હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ પર ઉભા થયેલા પ્રશ્નો વચ્ચે, વિશ્વના સૌથી મોટા બંધોમાંના એક ટિહરી ડેમ પર પણ ચર્ચા જોરશોરથી ચાલી રહી છે, જે 2400 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવા માટે બનાવવામાં આવી હતી.
આ પ્રોજેક્ટના નિર્માણના 17 વર્ષ બાદ માત્ર 1000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. ટિહરી ડેમના નિર્માણમાં ટિહરી શહેરને ડૂબવું પડ્યું હતું, જ્યારે 37 ગામો સંપૂર્ણપણે ડૂબી ગયા હતા. એટલું જ નહીં અન્ય 88 ગામોને પણ આંશિક અસર થઈ છે. સ્થિતિ એવી છે કે, ટિહરી ડેમના નિર્માણને કારણે 40 ગામોમાં હંમેશા ભય રહે છે. આ ગામોમાં અવારનવાર જમીનમાં તિરાડ પડવાના બનાવો બને છે. ટિહરી ડેમમાં ત્રણ તબક્કામાં કામ થવાનું હતું. જોશીમઠ બાદ હવે બદ્રીનાથ હાઈવે પર તિરાડો પડી ઉત્તરાખંડના જોશીમઠનું સંકટ બદ્રીનાથ હાઈવે સુધી પહોંચી ગયું છે. ચમોલી જિલ્લાના ડીસી હિમાંશુ ખુરાનાએ જણાવ્યું કે બદ્રીનાથ હાઈવે પર તિરાડો પડી હોવાના અહેવાલ છે. આવી સ્થિતિમાં નિષ્ણાતોની ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. ટીમે તપાસમાં તિરાડો જોયા છે.! તેઓ કહે છે કે તિરાડો પાછળ હાઈવેની બાજુમાં વસાહત હોઈ શકે છે. પ્રશાસને BRO અને PWD ને સતર્ક રહેવા સૂચના આપી છે.! ટિહરી ડેમ તૂટે તો 1 કલાકમાં હરિદ્વાર અને ઋષિકેશ ડૂબી જશે, મોટા જોખમની આશંકા,!