ગઇ કાલે તારીખ ૨૧ ને શનિવારના રોજ દાહોદ જિલ્લાના ધાનપુર સામુહિક કેન્દ્ર  ખાતે કુટુંબ નિયોજનનુ ઓપરેશન કરાવવા આવેલ મહિલાના ૨ માસના બાળકને કોઇ અજાણી સ્ત્રી બપોરના સમય દરમ્યાન ઉઠાવી ગઇ હતી. ધાનપુર તાલુકા  આરોગ્ય કર્મચારીઓ સહિત પોલીસ સ્ટાફ પણ પોતાના સેજા હેઠળ આવતા તમામ ગામોમા ઘરે ઘરે જઇને સર્વે સાથે સોધખોળ કરવાની કામગિરી હાથ ધરાઇ છે.

બાળક અંગે જાણ મળે તો તાત્કાલિક  ધાનપુર પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવામા આવ્યુ છે. ધાનપુર પોલિસ સ્ટેશન (પોલિસ સબ ઇન્સ્પેક્ટર શ્રી સી.બી.બરંડા-૯૪૦૮૦૬૩૦૮૦)

પી.એસ.ઓ -૯૮૭૯૩૬૮૦૩૩